khissu

હવામાન આગાહી: અંબાલાલ પટેલે કરી નવી નક્કોર આગાહી, 13 થી 16 તારીખમાં કેવો વરસાદ ?

 હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી અનુસાર, આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જોકે 15 અને 16 તારીખે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડશે.

આ પણ વાંચો: શું તમે જાણો છો કે લોકરમાં રાખેલી વસ્તુઓ ગુમ થઈ જાય તો તમારા અધિકારો શું છે?

તેવામાં ફરી એક વખત હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે પણ રાજ્યની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે આવનારી 16 અને 17 તારીખ ના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ખૂબ જ તોફાની વરસાદ પડી શકે છે.

19 થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા કડી સમી બેચરાજી અને વિસનગર તેમજ વડગામ ની અંદર પણ ભારે વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો ની અંદર વધુ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે સાથે અમરેલી ગીર બોટાદ ભાવનગર વિસ્તારની અંદર માં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં ખાતુ છે તો જાણી લો ... ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો! 12 ઓગસ્ટથી મોટો ફેરફાર થશે

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના સમયથી જ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેમજ 10 સપ્ટેમ્બર પછી વિભિન્ન ભાગો ની અંદર ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બર પછી ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અંબાજી દાતા અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો તેમાં સૌરાષ્ટ્રના કેટલા દરિયા કિનારાં ની સારામાં સારો વરસાદ પડશે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આવનારી 13 તારીખથી લઈને એટલે કે આજથી લઈને 16 તારીખ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે