1900 રૂપિયા બોલાયો કપાસને ભાવ, જાણો કયા ? સર્વે તેમજ ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

1900 રૂપિયા બોલાયો કપાસને ભાવ, જાણો કયા ? સર્વે તેમજ ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

રાજ્યમાં ગત વર્ષે કપાસના પાકના સારા ભાવ ઉપજ્યા હોવાથી આ વખતે ફરીફ સીઝનમાં ખેડુતોએ કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ત્યાર બાદ શરૂઆતમાં કપાસના સારા ભાવ ઉપજ્યા હતા. ત્યારબાદ ભાવમાં ઘટાડો થયો હતો. આમ સીઝનમાં કપાસના અસમતોલ ભાવ રહ્યા હતા. તેના લીધે જીનિંગ મિલોની હાલત કફોડી બની હતી. હાલ પણ જિનિંગ મિલો ડિસ્પેરિટીનો સામનો કરી રહી હોવાથી પચ્ચાસ ટકા જેટલી જિનો રૂ બનાવી શકે છે.

આ પણ વાંચો: 51,000 રૂપિયા બોલાયો એક મણ જીરૂ નો ભાવ, જાણો આજનાં બજાર ભાવ

મોટાભાગના જિનો બંધ છે અને જે ચાલુ છે તે ઓછી ક્ષમતાથી ચાલી રહ્યા છે. ગુજરાતની યાર્ન મિલો હવે ડિસ્પેરિટીમાંથી બહાર આવી ગઈ છે પણ નહીં નફો, નહીં નુકસાન જેવી સ્થિતિમાં છે.

સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કપાસની આવકનું દબાણ સર્જાતું નથી પરિણામે ભાવ ઉંચા રહે છે અને જિનિંગ મિલોને ડિસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં જિનો ચલાવવા આર્થિક રીતે પોસાય એમ નથી. ગુજરાતમાં 550 કરતા વધારે જિનો છે. એમાંથી આશરે 50-60 ટકા જિનોએ કામકાજ ચાલુ કર્યા છે. જે ચાલુ છે એમાં 24 કલાકને બદલે 12 કલાક અને 12 કલાક ચાલતા હતા તે છ કલાક કામકાજ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ડુંગળીનાં ભાવ તળીયે, ઊંચો ભાવ કેટલો ? જાણો આજનાં ડુંગળીના બજાર ભાવ

સપ્તાહમાં એક કે બે દિવસ બંધ પણ રાખવા પડે છે. ખેડૂતોને કપાસનો ભાવ મણે રૂ. 2000 મળે તેવી અપેક્ષા છે એટલે પુરવઠો બજારમાં લવાતો નથી. પુરવઠાની ખેંચને લીધે કપાસ ભાવ ઉંચો બોલાય છે. જે તે ભાવથી કપાસ ખરીદીને ગાંસડી બાંધવાનું પોસાણ નથી. જ્યારે ખેડૂતોની દલીલ એવી છે કે, હવે ઉત્પાદન ખર્ચ વધી ગયું છે એટલે બે હજારના મથાળા નીચે કપાસ વેંચવો પોસાય એમ નથી. હાલમાં જે ભાવવધારો થયો છે એ માત્ર રાહત આપનારો છે. ખેડૂતોને વળતર છૂટતા નથી.
 

કપાસના બજાર ભાવ (06/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16001774
અમરેલી12501764
સાવરકુંડલા16701800
જસદણ17001800
બોટાદ16501821
મહુવા14001672
ગોંડલ15511776
કાલાવડ16001780
જામજોધપુર16811791
ભાવનગર15301737
જામનગર16001800
બાબરા17101795
જેતપુર12001811
વાંકાનેર15001765
મોરબી16001762
રાજુલા14251775
હળવદ15001746
વિસાવદર16051731
તળાજા14801900
બગસરા16001780
જુનાગઢ14001751
ઉપલેટા16001765
માણાવદર17251855
ધોરાજી16011786
વિછીયા16501760
ભેસાણ15001790
ધારી14451800
લાલપુર15501776
ખંભાળીયા16501771
ધ્રોલ15501761
પાલીતાણા15001750
સાયલા16801760
હારીજ15611770
ધનસૂરા15001670
વિસનગર15501771
વિજાપુર15801760
કુંકરવાડા16051730
હિંમતનગર14901750
માણસા14251758
કડી15711703
મોડાસા13901625
પાટણ15801762
તલોદ16001731
સિધ્ધપુર16301794
ડોળાસા15781789
ટીટોઇ15501690
ગઢડા16801772
ઢસા16901775
કપડવંજ14001550
ધંધુકા16461762
વીરમગામ15011751
જાદર16501750
જોટાણા13511657
ચાણસ્મા15031715
ખેડબ્રહ્મા16901755
ઉનાવા16011771
ઇકબાલગઢ14791700
સતલાસણા14701715