Top Stories
સાપ્તાહિક પૂર્વાનુમાન / શું છે 28 તારીખ સુધી વરસાદ આગાહી?

સાપ્તાહિક પૂર્વાનુમાન / શું છે 28 તારીખ સુધી વરસાદ આગાહી?

મૌસમ તક ચેનલના દેવેન્દ્ર ત્રિપાઠી દ્વારા ગુજરાતને લઈને સાપ્તાહિક પૂર્વાનુમાન જણાવવામાં આવ્યું છે. દેવેન્દ્ર ત્રિપાઠીએ 22 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધીનું સાપ્તાહિક પૂર્વાનુમાન જણાવ્યું છે. માહિતીમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ જ નબળું રહ્યું છે. જેટલી આશા હતી એમની કરતા ઓછો વરસાદ પડયો છે. ગુજરાતના પૂર્વીય ભાગોમાં ૪૪ ટકા કરતા ઓછો વરસાદ પડયો છે. ગુજરાતમાં સીઝનનો વરસાદ ૫૦ ટકા ઓછો નોંધાયો છે. જેમાં અત્યાર સુધીમાં 380mm વરસાદ નોંધાયો છે. જોકે સિઝનમાં 700mm થી વધારે વરસાદ પડતો હોય છે.

જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પરંતુ ઉત્તર-પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની ઘટ નોંધાઈ છે. ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી ડ્રાય વેધર છે અને ત્યાંના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઘણા જીલ્વલામાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે.

22થી 28 દરમિયાન કેવું રહશે વાતાવરણ?
માહિતી આપતા જણાવ્યું હતું કે આ અઠવાડિયે સારા વરસાદની શક્યતા જણાતી નથી. જેમાં ખાસ કરીને કહીએ તો આખું અઠવાડિયું ડ્રાઈ વેધર રહશે એટલે કે વરસાદ વગર રહશે.

જ્યારે સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, સોમનાથ અને વેરાવળમાં ઝાપટાં પડી શકે છે. જોકે શક્યતા ખૂબ ઓછી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નર્મદા, ભરૃચ, નવસારી ડાંગ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. બાકી કોઈ વિસ્તારમાં શકયતાં નથી.

દવેન્દ્ર સર નાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 23 તારીખથી વરસાદની ઇન્ટેન્સિટી ઘટી જશે. ત્યાર બાદ ફરી વરસાદી માહોલ બનતા રાહ જોવી પડશે.