ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ઘણી બેંકોએ તેમના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ દરો 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટથી લાગુ કરવામાં આવ્યા છે. આ તમામ એફડી દર રૂ. 3 કરોડ સુધીની એફડી માટે છે. આ બેંકો તમને 7.9 ટકા સુધી વ્યાજ આપી રહી છે. આજે અમે તમને એવી 5 બેંકો વિશે જણાવીશું, જેમણે તેમના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
PNB દ્વારા 3.5 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવે છે.
કર્ણાટક બેંક દ્વારા 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
ફેડરલ બેંક દ્વારા 3 ટકાથી 7.4 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને 3.5 ટકાથી 7.9 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે.
યુનિયન બેંક દ્વારા 7.4 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવે છે. આ દરો 2 ઓગસ્ટ, 2024થી અમલમાં આવ્યા છે.
બેંક ઓફ ઈન્ડિયા FD પર 3 ટકાથી લઈને 7.3 ટકા સુધીનું વ્યાજ આપે છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે.