khissu

શું તમે જાણો છો! ગેસ સિલિન્ડર અકસ્માત પર મળે છે 50 લાખનો વીમો

વર્તમાન સમયમાં દરેક ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ગેસના ઉપયોગથી રસોઈ બનાવવામાં સરળતા રહે છે, તમને જણાવી દઈએ કે જેટલી તેનો ફાયદો છે તેની સામે જોખમ પણ મોટુ છે. જો તેને વાપરવામાં સાવધાની રાખવામાં ન આવે તો મોટી દુર્ઘટના પણ બની શકે છે. આપણે ઘણીવાર ન્યૂઝમાં જોઈએ છીએ કે ગેસ સિલિન્ડર ફાટવાથી કેટલી ખુવારી થાય છે.

તેથી તમારે એ જાણવું અગત્યનું છે કે LPG ગેસનો ઉપયોગ કરતી વખતે શું શું સાવધાની રાખવી  અને કોઈપણ પ્રકારના અકસ્માતથી કેવી બચવુ અને જો ભૂલથી કોઈ અકસ્માત તો તમારે શું કરવું જોઈએ. આ ઉપરાંત તમારે એક ગ્રાહક તરીકે એ પણ જાણવું જરૂરી છે કે જો LPG સિલિન્ડર ફાટે અથવા ગેસ લીક ​​થવાથી જો કોઈ અકસ્માત થાય તો તમે ક્યાં ક્યાં પગલા ભરી શકો છે.

ગ્રાહકોને મળે છે લાખોનો વીમો
તમને જણાવી દઈએ કે, જ્યારે તમે LPG ગેસ કનેક્શન લો છો ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ તમને વ્યક્તિગત અકસ્માત વીમો આપે છે. જેમા LPG સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવા ઉપરાંત બ્લાસ્ટ થવાથી અકસ્માત થાય તો 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો મળે છે. નોંધનિય છે કે, આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓ ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે ટાઈપ અપ કરે છે.

સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે ગેસનો બાટલો ઘરે લાવો ત્યારે એ ચેક કરી લો કે સિલિન્ડર લીક તો નથીને. જો ગ્રાહકના ઘરે LPG બ્લાસ્ટના કારણે અકસ્માત થાય અને જીવન અથવા સંપત્તિને નુકસાન થાય તો તે માટે વ્યક્તિગત અકસ્માત કવર મળે છે. ગ્રાહકની મિલકતને નુકસાન થવા પર અકસ્માત દીઠ રૂ. 2 લાખ સુધીનો ઈન્સ્યોરન્સનો દાવો કરી શકાય છે.

ગેસ સિલિન્ડર પર આ રીતે મળે છે વીમો
સૌ પ્રથમ દૂર્ઘટના પછી ક્લેઈમ લેવા માટે સત્તાવાર વેબસાઇટ http://mylpg.in પર આપવામાં આવી છે. આ વેબસાઈટ મુજબ જો એલપીજી કનેક્શનથી ઘરમાં કોઈ અકસ્માત થાય છે, તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીનો ઈન્સ્યોરન્સ મેળવવા માટે પાત્ર ગણાય છે.

1. LPG  સિલિન્ડરનો વીમો મેળવવા માટે ગ્રાહકે પોલીસ સ્ટેશને અને તેના LPG  ડિલરને દુર્ઘટના વિશે માહિતી આપવી પડશે.

2. તમને જણાવી દઈએ કે, દુર્ઘટના પર વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીનુ કવર મળી શકે છે. આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત દરેક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ રૂપિયાનું વળતર મળે છે,

3. PSU  ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે, ઈન્ડિયન ઓઈલ, HPC અને BPCના વિતરકોએ વ્યક્તિઓ અને મિલકતો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર સહિત દૂર્ઘટના માટે વીમા પોલિસી લેવી પડે છે.

4. નોંધનિય છે કે, આ કોઈ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી હોતી, પરંતુ દરેક ગ્રાહકને આ પોલિસીમાં સામેલ કરી લેવામાં આવે છે. જો કે, આ માટે તેણે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.

5. મૃત્યુના કેસમાં FIRની કોપી, મેડિકલ બિલ અને ઈજાગ્રસ્તના મેડિકલ બિલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ સાચવીને રાખો.

તમને જણાવી દઈએ કે. જો ગેસ સિલિન્ડરમાં અકસ્માત થાય તો સૌ પ્રથમ આ ઘટનાનો રિપોર્ટ પોલીસ નોંધાવો. અને ત્યાર બાદ સંબંધિત વિસ્તારની કચેરી આ અકસ્માતની તપાસ કરે છે. જો અકસ્માત LPGના કારણે થયો હશે તો LPG વિતરક એજન્સી થવા એરિયા ઑફિસ વીમા કંપનીની સ્થાનિક ઑફિસને તેના વિશે જણાવશે. ત્યાર બાદ સંબંધિત વીમા કંપનીમાં આ અંગે દાવો રજૂ કરવામાં આવશે. નોંધનિય છે કે. કસ્ટમરે દાવા માટે અરજી કરવાની કે વીમા કંપનીનો સીધો સંપર્ક કરવાની કોઈ જરૂર રહેતી નથી.