દેશની મોટી મોટી બેંકોની લિસ્ટમાં બેંક ઓફ બરોડા પણ છે. આ એક સરકારી બેંક છે જેમાં બેંક તેના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર તગડું અને આકર્ષક વ્યાજ આપી રહી છે. બેંક ઓફ બરોડામાં જાઓ અને તમે જાણશો તો માહિતી મળશે કે ઓછામાં ઓછા 7 દિવસથી મહત્તમ 10 વર્ષ સુધીના સમયગાળા માટે FD ખાતા ખોલી શકાય છે. બેંક ઓફ બરોડા FD પર 3.50 ટકાથી 7.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક ઓફ બરોડાની FD યોજના હેઠળ, તમે ફક્ત 1 લાખ રૂપિયા જમા કરાવી શકો છો અને 23,508 રૂપિયાનું ફિક્સ્ડ અને ગેરંટીડ વ્યાજ મેળવી શકો છો. વધુ માહિતી આપણે જાણીએ તો
મિત્રો ૩ વર્ષની FD જો તમે બેંકમાં કરાવો છો તો તમને fd પર ૭.૧૦ ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. FD ખાતાના ગ્રાહકોને નિશ્ચિત સમયગાળા પછી એટલે કે અમુક વર્ષ સુધી રોકાણ કર્યા પછી સંપૂર્ણ મૂળ રકમ નિશ્ચિત વ્યાજ સાથે પાછી મળે છે.
બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને ૪૪૪ દિવસની FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે. આ સરકારી બેંક ૪૪૪ દિવસની FD પર સામાન્ય નાગરિકોને ૬.૬૦ ટકા, વરિષ્ઠ નાગરિકોને ૭.૧૦ ટકા અને સુપર સિનિયર સિટીઝન (૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકો) ને ૭.૨૦ ટકા વ્યાજ આપી રહી છે.
જો તમે સામાન્ય નાગરિક છો એટલે કે તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તમે બેંક ઓફ બરોડામાં 3 વર્ષની FD યોજનામાં 1,00,000 રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 1,21,341 રૂપિયા મળશે, જેમાં 21,341 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ શામેલ છે.
તેવી જ રીતે, જો તમે વરિષ્ઠ નાગરિક છો એટલે કે તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે અને તમે બેંક ઓફ બરોડામાં 1,00,000 રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 1,23,144 રૂપિયા મળશે, જેમાં 23,144 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ શામેલ છે.
જો તમે સુપર વરિષ્ઠ નાગરિક છો અને તમે બેંક ઓફ બરોડામાં 3 વર્ષની FD યોજનામાં 1,00,000 રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 1,23,508 રૂપિયા મળશે, જેમાં 23,508 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ શામેલ છે.