જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતી HDFC બેન્કના ગ્રાહક હોય તો તમારા માટે એક મોટા સમાચાર છે. ૧૩ જુલાઈના રોજ HDFC બેન્કના ગ્રાહકો સહિત લોકો કેટલીક સેવાઓનો ઉપયોગ કરી શકશે નહિ. કારણ કે ૧૩ જુલાઈના રોજ બેંક પોતાની સીસ્ટમ અપગ્રેડ કરવાની છે અને એટલે જ UPI સીસ્ટમ પણ અસ્થાઈ રીતે બંધ રહેવાની છે. એટલે સુધી કે ગ્રાહકો આ પ્રક્રિયા દરમિયાન પોતાની બેંક બેલેન્સ પણ ચેક કરી શકશે નહી.
આપણને પ્રશ્ન થાય કે આ સિસ્ટમ અપગ્રેડ કરવી એટલે શું? એની શા માટે જરૂરિયાત પડે ? બેંક પોતાની કાર્યક્ષમતા વધારવા માટે અને ગ્રાહકો માટે વિશ્વસનીયતાનું વધુ સારી રીતે સર્જન થાય એ હેતુથી સિસ્ટમ અપગ્રેડ કરતી હોય છે. મળતી માહિતી અનુસાર ૧૩ જુલાઈના રોજ સિસ્ટમ અપગ્રેડનો સમય સવારે ૩ વાગ્યાથી લઈને સાંજે ૪:૩૦ નો છે અને એ સમય દરમિયાન ગ્રાહકો બેન્કિંગ સેવાનો લાભ લઈ શકશે નહિ
નોંધનીય બાબત છે કે ગ્રાહકોને વધારે અગવડતાનો સામનો ન કરવો પડે એ માટે બેંકે આ સમય દરમિયાન ગ્રાહકો પોતાના ડેબીટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે. ઉપરાંત ૧૨ જુલાઈના રોજ પર્યાપ્ત ધનરાશિ ઉપાડી લેવાની ભલામણ પણ બેંક તરફથી કરવામાં આવી છે. કોઇપણ સમસ્યા માટે ગ્રાહકો બેન્કની વેબસાઈટનો પણ સંપર્ક કરી શકશે.