વૈજ્ઞાનિક મોડલ મુજબ ફરીથી ગુજરાતમાં નવા એક માવઠાનુ સંકટ સેવાય રહ્યું છે. ગુજરાતમાં 30 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે અને 31 તારીખથી ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ખાસ્સા એવા વિસ્તારમાં ભારે પલટો જોવા મળશે.
ક્યાં ક્યાં રિલિજિયનમાં આગાહી? કમોસમી વરસાદના રાઉન્ડમાં આ વખતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું વધારે હિટ કરશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે તેવું વેધર મોડલ જણાવી રહ્યા છે. સાથે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાની સંભાવના યથાવત રહેશે, જેમાં જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. માવઠાની અસર 2-3 તારીખ સુધી રહી શકે છે.
હવામાન વિભાગે પણ 29, 30 અને 31 તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જણાવી છે. ઘરની આગાહી આવતા ખેડૂતોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અશોકભાઈ પટેલ ની આગાહી:- ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે પણ ગુજરાતમાં 28 માર્ચથી 3 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરી છે. અલગ-અલગ વિસ્તારમાં છુટા છવાયા ઝાપટા-વરસાદની શક્યતા જણાવી છે. ગુજરાતમાં તાપમાન નોર્મલ એટલે કે હોય એમના કરતા થોડું નીચું રહેશે પશ્ચિમઉત્તર-પશ્ચિમનો પવન ફૂંકાશે અને પવનની ઝડપ રૂટીન શરૂ હોય તે જ, એટલે કે 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર ઉપર બનેલું છે, જે આ વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર કરતાને કારણે વરસાદ પડવાની શક્યતા છે.