પેટ્રોલ-ડિઝલ પછી હવે ડુંગળીએ પણ રંગ દેખાડ્યો, ડુંગળીના ભાવ બમણાં થયાં, સામાન્ય નાગરિકને બેવડો માર

પેટ્રોલ-ડિઝલ પછી હવે ડુંગળીએ પણ રંગ દેખાડ્યો, ડુંગળીના ભાવ બમણાં થયાં, સામાન્ય નાગરિકને બેવડો માર

હાલ દેશે કોરોનાનો ઘણો માર સહન કર્યો ત્યારે હવે મોંઘવારીનો માર ભોગવવાનો વારો આવ્યો છે. આજકાલ દેશમાં જીવન જરૂરિયાતની બધીજ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે પછી એ ખાદ્ય તેલ હોય, ગેસ સિલિન્ડર હોય, પેટ્રોલ- ડિઝલ હોય કે પછી મારી મસાલા બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે ત્યારે હવે ડુંગળીના ભાવમાં પણ બમણો વધારો થયો છે.

હાલ દેશમાં જ્યારે પેટ્રોલ-ડિઝલના ભાવ ને લઈને હાહાકાર મચી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવ ગુજરાતમાં ૮૮ રૂપિયાને વટાવી ગયા છે જ્યારે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલ ૯૦ રૂપિયાને વટાવી ચૂક્યું છે.

એટલું જ નહીં દેશની રાજધાની કરતા પણ મુંબઈમાં પેટ્રોલના ભાવ વધુ જોવા મળ્યા જેમાં પેટ્રોલ ૯૬ રૂપિયાને વટાવી ચૂક્યું છે જ્યારે રાજસ્થાનના શ્રી નગરની વાત કરીએ તો પેટ્રોલ ૧૦૦ રૂપિયા થઈ ગયુ છે. 

પેટ્રોલ-ડિઝલ પછી ડુંગળી ના ભાવમાં પણ બમણો વધારો :

હાલ બજારમાં ડુંગળી જથ્થાબંધ ૫૦ રૂપિયા કિલોએ વેંચાઈ રહી છે જ્યારે રિટેલ માર્કેટમાં ૬૫ થી ૭૫ રૂપિયા કિલોએ વહેંચાય છે. એટલે દોઢ મહિનામાં ડુંગળીની કિંમત બે ગણી થઈ ચૂકી છે.

જોકે એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગામની વાત કરીએ તો ૨૦ ફેબ્રુઆરીએ ડુંગળીનો ભાવ ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયા પ્રતિ કવીંટલ હતો. જ્યારે ખરીફ વેરાયટીની ડુંગળી માટે આનો ભાવ ૩૮૭૦ રૂપિયા કવીંટલ દાખલ કરવામાં આવ્યો. 

એવું જાણવા મળ્યું છે કે , આગામી સમયમાં હજી પણ ડુંગળી મોંઘી થશે. અનેક વેપારીઓએ જણાવ્યું કે, ખરીફપાકની આપૂર્તિમાં ઘટાડો નોંધાયો છે. એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગામમાં ડુંગળીનો ભાવ માત્ર બે દિવસમાં ૧૦૦૦ રૂપિયા પ્રતિ કવીંટલ વધી ગયો.

મીડિયાના જણાવ્યા મુજબ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ બે દિવસમાં ૯૭૦ રૂપિયા પ્રતિ કવીંટલ વધીને ૪૨૦૦ થી ૪૫૦૦ રૂપિયા પ્રતિ કવીંટલ થઈ ગયા છે. આ પાછળનું કારણ જણાવતા ખેડૂતો કહે છે કે કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ડુંગળીના પાકને નુકસાન થયુ છે. જેથી જથ્થાબંધ બજારમાં ડુંગળીની આવક ઓછી થઈ ગઈ છે. આમ ડુંગળીમાં ભાવ બમણા થવા પાછળ મુખ્ય કારણ કમોસમી વરસાદ છે.