Top Stories
અમદાવાદ તૈયાર થઈ જાવ:હવામાનની મોટી આગાહી, જાણો કેટલો વરસાદ?

અમદાવાદ તૈયાર થઈ જાવ:હવામાનની મોટી આગાહી, જાણો કેટલો વરસાદ?

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય બન્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 24 કલાકમાં 20થી વધારે તાલુકામાં અડધા ઈંચથી લઈને ૨ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણ ગુજરાત રાજ્યમાં તૈયાર થતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી?
ચોમાસુ સક્રિય બનતા હવામાન વિભાગે અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જો કે બે-દિવસથી અમદાવાદના જુદા-જુદા ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં અમદાવાદ વાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આવનારાં 4 દિવસમાં મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં પણ મધ્યમ સારો વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. 

ગુજરાત રાજ્યમાં 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સહિત અમદાવાદમાં એકથી ત્રણ ઇંચ સુધીનો મધ્યમથી હળવો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો-પ્રેશર ગુજરાત પર આવી ચૂક્યું છે. લો-પ્રેશરને અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. ગુજરાતનાં જે ભાગોમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ આ વખતે વરસાદ પડવાના સારા અહેવાલો મળી રહ્યા છે.