Top Stories
khissu

અમદાવાદ જીલ્લામાં શું છે વરસાદ આગાહી...

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય બનશે. 7 તારીખ આજુબાજુ નવી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય બનશે, જેમને કારણે હવામાન વિભાગની official વેબસાઈટ પર આઠ અને નવ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૪ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે.

અમદાવાદ જિલ્લામાં શું છે આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જોવા મળશે. આગામી ચાર દિવસ સુધી અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. ત્યાર પછી વરસાદ માત્રામાં વધારો થશે. 8-9-10 તારીખ દરમિયાન સારો વરસાદ જોવા મળશે. અમદાવાદ જીલ્લામાં હજી 55 ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હાલની વરસાદ સિઝનમાં માત્ર 10 ઇંચ જ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં 6 તારીખે લો-પ્રેશર સિસ્ટમ બનશે, જે 7 તારીખ અથવા તો 8 તારીખ સુધીમાં ગુજરાત સુધી પહોંચી જશે. ત્યાર બાદ સારો વરસાદ ગુજરાતમાં પડશે.

અશોક પટેલે કરી સાર્વત્રિક વરસાદની આગાહી.
ગુજરાતનાં જાણીતા વેધર એનાલીસેસ અશોક પટેલે જણાવ્યું છે કે 7 થી 13 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદનાં સંજોગો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય બનતાં આવનાર સપ્તાહ સારો વરસાદ પડશે. જોકે હાલમાં ભલે વાતાવરણ ચોખ્ખું છે પરંતુ 8-9-10 તારીખમાં સારો વરસાદ પડશે. મંગળવારથી ગુજરાતમાં સારો વરસાદ પડશે.