Top Stories
૧૨ મહિનાની ફિક્સ ડીપોઝીટ પર આ બેંક આપી રહી છે દમદાર વ્યાજ...

૧૨ મહિનાની ફિક્સ ડીપોઝીટ પર આ બેંક આપી રહી છે દમદાર વ્યાજ...

બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને ફિક્સ ડીપોઝીટમાં પૈસા મૂકવા ગ્રાહકોને આકર્ષવા માટે વ્યાજદરોમાં બદલાવ કર્યો છે. તે અનુસાર સાત દિવસથી લઈને ૧૦ વર્ષ સુધી ફિક્સ્ડ ડીપોઝીટ મુકનાર ગ્રાહકને ત્રણ ટકાથી વધારીને છ ટકા વ્યાજ આપવામાં આવશે. એક વર્ષ માટે ફિક્સ્ડ ડીપોઝીટ મૂકનાર ગ્રાહકને સાત ટકા જેટલું વ્યાજ આપવામાં આવશે.

બેંક ઓફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઈટ અનુસાર ફિક્સ્ડ ડીપોઝીટનો નવો વ્યાજદર ૨૬ મે, ૨૦૨૩ થી લાગુ પડી ચૂક્યો છે.

આમ તો સાત દિવસ થી લઈને પિસ્તાલીસ દિવસ સુધી ફિક્સ્ડ ડીપોઝીટ મુકનાર ગ્રાહકને ત્રણ ટકા, છેતાલીસ દિવસથી લઈને ૧૭૯ દિવસ સુધી ફિક્સ્ડ ડીપોઝીટ મુકનાર ગ્રાહકને સાડા ચાર ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત ૧૮૦ થી લઈને ૨૬૯ દિવસ સુધી એફ ડી કરાવનાર ગ્રાહકને ૫ ટકા વ્યાજ આપવામાં આવે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

પરંતુ સૌથી વધુ વ્યાજ બાર મહિના માટે ફિક્સ્ડ ડીપોઝીટ મુકનાર ગ્રાહકને આપવામાં આવશે. આ ગ્રાહકોને સાત ટકા જેટલું વ્યાજ મળી રહ્યું છે. એકંદરે બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને આ નીતિથી ઘણો જ ફાયદો થવાનો છે.