khissu

ગજબ: 9 વર્ષનાં બાળકની કમાણી જોઈને તમે ચોંકી ઉઠશો.

લ્યો કરો વાત ૯ વર્ષના બાળકે યુટ્યુબ ચેનલ પરથી ૨૯.૫ મિલિયન ડોલરની કરી કમાણી. ( 29,500,000.00 USD = 2,173,085,050.00 રુપિયા) 

તો મિત્રો વાત જાણે એમ છે રાયન કાજી નામનો ૯ વર્ષ નો છોકરો છે જે રમકડાંની  યુટ્યુબ ચેનલ ચલાવે છે. ૨૦૨૦ માં ફોબર્સ ની યાદી માં સૌથી વધુ કમાણી કરનાર બની ગયો હતો.

૯ વર્ષીય રાયન કાજી એ સતત ત્રીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર ની ફોબર્સ ની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

રાયન જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. તે રમકડાં અનબોક્સિંગ ના વીડિયો બનાવે છે.

પાછળના વર્ષે તેને ફકત યુટ્યુબ પરથી જ R 424 મિલિયન ની કમાણી કરી હતી.