ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ વર્ષે લનીનાની અસર જોતા સૌરાષ્ટ્રનાં દરીયા કિનારાનાં ભાગોમાં 40 થી 45 ઇંચ કે થી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર સૌરાષ્ટ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં પણ 30 થી 32 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જ્યારે દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં 80 થી 100 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને બનાસકાંઠા અમુક ભાગોમાં 30 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમા 32 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
ક્યાં મહીનામાં કેટલો વરસાદ: અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે જૂન મહીનામાં 6 થી 8 ઇંચ વરસાદ ગુજરાતનાં વિસ્તારોમાં પડશે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જૂન મહીનામાં 6 ઇંચ જેટલો વરસાદ પડશે. ત્યાર પંચમહાલના ભાગોમાં જૂન મહિનામાં 8 ઇંચ અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં શરૂઆતમાં 20 ઇંચ જેટલો વરસાદ પડશે.
તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ 20 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જૂન મહિના દરમિયાન થોડો સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જુલાઈ મહિના દરમિયાન પણ ગુજરાતનાં વિસ્તારોમાં 12 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં ગંગા અને જમુના નદીમાં પર આવવાની શક્યતા છે. જે ઓગસ્ટ મહિના સુધી રહેશે. મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક સારી થશે.
ઓગસ્ટ મહિના દરમિયાન 8 થી 10 ઇંચ સુધી દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમજ ગુજરાતનાં અમુક ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ સારો વરસાદ પડશે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 30 ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે જ્યારે ઓકટોબર મહિના દરમિયાન સારો વરસાદ પડશે.
જો કે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે, મીની વાવાઝોડુનુ વાતાવરણ પણ બની શકે. નવેમ્બર મહિનામાં દરમિયાન તારીખ 20, 21 અને 22 દરમિયાન દરિયામાં હળવું દબાણ સર્જાવાની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જૂન અને જુલાઈ મહીનામાં ચોમાસુ સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે.