khissu.com@gmail.com

khissu

અંબાલાલ પટેલની મોટી આગાહી... 40 ઇંચ વરસાદ સાથે વરસાદની આગાહી

જાણીતા હવામાન આગાહી કાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના જિલ્લાઓમાં પવન ફૂંકાઇ રહ્યો છે. તો કોઇ વિસ્તારોમાં છાંટા પણ પડી રહ્યા છે. તો હવે ચોમાસાનું આગમન ક્યારે થશે ? તેને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલ દ્વારા ફરી નવી નકોર 8 આગાહી; વાવણી લાયક વરસાદ? વર્ષોથી સાચી પડતી આગાહી શું કહે છે આ વર્ષે?

આગામી 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પહોંચી જશે અને ભારે વરસાદ પણ થશે. એવામાં 15 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં નિયમિત રીતે ચોમાસું બેસી જવાની આગાહી અંબાલાલ પટેલ દ્રારા કરવામાં આવી છે. સમગ્ર ભારતની વાત કરીએ તો કેરળની અંદર ટુંક સમયની અંદર જ ચોમાસુ બેસી જશે. અને 1 થીન3 જૂન સુધીમાં કેરળના વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

આગામી 3 જુલાઈના રોજ ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચોમાસુ 2022: 35 વર્ષના અનુભવ સાથે રમણીકભાઈ વમજાએ કરી મોટી આગાહી

આ વર્ષે સૌરાષ્ટ્રના દરિયા કિનારાંનાં વિસ્તારોમાં 40 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં રાજ્યમાં 6 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે જુલાઈ મહીનામાં 12 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની અંદર 8 ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પહેલાં પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યુ હતું કે ચોમાસા પહેલાં ગુજરાતના વિસ્તારોમાં હવાનું હળવું દબાણ સર્જાશે, જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવું વાવાઝોડું પણ આવી શકે તમે છે. જો કે રાજ્યના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે.