નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા પછી ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ કાયદાના અમલ પછી, તમારે કડક નિયમોની વચ્ચે કેટલાક અધિકાર વિશે પણ જાણ હોવી જોઈએ.
રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ કંટ્રોલ રૂમ પર આવેલા CCTV નાં આધારે જોવા મળ્યું હતું કે ઘણા TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનો અને હોમગાર્ડ ટ્રાફિક જવાનો વાહન ચાલકો પાસેથી અગત્યના દસ્તાવેજોની માંગણી કરતા નજરે ચડ્યા હતા.
જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનો ફરજ પર હાજર હોય છે. તેઓ માત્ર ને માત્ર ટ્રાફિકના નિયમન અને ટ્રાફિક જામ ન થાય તે વ્યવસ્થા કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હોય છે નહિ કે વાહન ધારકોને ખોટી રીતે હેરાન કરવા માટે. સાથે જ તમને તમારા અધિકાર વિશે પણ ખબર હોવી જરૂરી છે.
ટ્રાફિક પોલીસ તમારી સાથે આ કરી શકશે નહિ:- ટ્રાફિક પોલીસ તમને રોકી શકે છે, પરંતુ તમારા પણ કેટલાંક હક છે. તમે જે રીતે નિયમોથી બંધાયેલા છો, તે જ રીતે ટ્રાફિક પોલીસ કર્મચારી પણ નિયમોથી બંધાયેલા હોય છે. એટલે કે ટ્રાફિક પોલીસને યુનિફોર્મમાં રહેવું જરૂરી છે. યુનિફોર્મ પર બકલ નંબર હોવો જરૂરી છે. જો આ બંને ટ્રાફિક પોલીસ પાસે ન હોય તો તમે તેનું ઓળખ કાર્ડ માંગી શકો છો.
તમને આ અધિકારો વિશે જાણ હોવી જોઈએ:- ટ્રાફિક પોલીસ તમારા વાહનની ચાવી છીનવી શકે નહિ. જો તમારું વાહન રસ્તાની બાજુમાં પાર્ક કરેલ છે, તો જ્યાં સુધી તમે વાહનની અંદર હશો ત્યાં સુધી ક્રેન વાહનને ઉપાડી શકે નહિ. હોમગાર્ડને વાહન રોકીને ડોક્યુમેન્ટ માંગવાની સત્તા નથી, તેમનું કામ ફકત ટ્રાફિક મેનેજ કરવાનુ છે. જો કોઈપણ હોમગાર્ડ અથવા TRB જવાન તમારી પાસે ડોક્યુમેન્ટ માંગે તો, નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરી શકો છો.
શહેરમાં અવારનવાર જોવા મળે છે કે કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ અથવા સબ ઇન્સ્પેકટર હોદ્દાના કર્મચારી તેમના હાથમાં ચલણ લઈને કાર્યવાહી કરતા હોય છે. પરંતુ અહીં તમારે જાણવુ જરૂરી છે કે જો કોઈ સબ ઇન્સ્પેકટર અથવા ઉપરોક્ત અધિકારી કોઈપણ ચેકીંગ પોઈન્ટ ઉપર તમારું ચલણ કાપે તો ઠીક છે,પરંતુ સબ ઇન્સ્પેકટરનાં હોદ્દાથી નીચેના પોલિસ કર્મચારીઓ ક્યાંય પણ ચલણ કાપી શકતા નથી.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.