Top Stories
અંબાલાલે ગુજરાતમા ખેડૂતોના હાજા ગગડાવી નાખતી આગાહી કરી, દરેક જિલ્લામાં આ રીતે માવઠું પડશે!

અંબાલાલે ગુજરાતમા ખેડૂતોના હાજા ગગડાવી નાખતી આગાહી કરી, દરેક જિલ્લામાં આ રીતે માવઠું પડશે!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે એને લઈને મોટી આગાહી કરી છે. હવામાનમાં પલટો આવશે કે કેમ એ જાણવા માટે ખેડૂતો પણ આતુર છે. ગુજરાતમાં ઠંડી અને વરસાદ અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે જણાવ્યુ છે કે, 17થી 19 ફેબુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે.

અંબાલાલે આગળ વાત કરી કે આ સિસ્ટમની અસર 19થી 22માં દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં થશે. આ અસરને કારણે ભારે બરફ વર્ષા, પવનના તોફાનો અને હિમ ચાદર બનવાની શક્યતા રહેશે. જેના કારણે 25થી 26 ફેબ્રુઆરીના રોજ સવાર અને સાંજને ઠંડી આવવાની શક્યતા રહેશે.

માવઠા વિશે વાત કરતાં અંબાલાલે જણાવ્યુ હતુ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થશે. 22થી 24 ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. 

બનાસકાંઠાના ભાગોમાં ન્યૂન્તમ તાપમાન 8 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. વહેલી સવારે 11થી 15 ડિગ્રી થવાની શક્યતા રહેશે. પવનની ગતિ પણ વધારે રહેશે.

ત્રણથી પાંચ માર્ચ દરમિયન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. પછી આગળ 7 અને 8 માર્ચમાં વાતાવણમાં પલટો આવશે. દિવસે ગરમી અને રાતે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે.