બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ ભારતના રાજ્યોમાં થઈને હાલ ધીમે-ધીમે આગળ વધી રહી છે. જેમને કારણે મધ્યપ્રદેશ,ઓરિસ્સા જેવા વિસ્તારોમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. લો-પ્રેશર સિસ્ટમની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જોવા મળશે. લો-પ્રેશરની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ તૈયાર થતાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી છે.
હવામાન વિભાગની સાથે ગુજરાતનાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સાથે જણાવ્યું છે કે ઓગસ્ટની શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ થશે. ઉત્તર પશ્ચિમ ભારત ની સાથે ગુજરાતમાં પણ આગમી 2 દિવસ સારા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે ખેડૂતોને જણાવ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરાવવાની જરૂર નથી. વરસાદ લંબાયો છે પણ ચોમાસું સારું રહશે.
શું છે હવામાન વિભાગની આગાહી?
23 તારીખે ક્યાં-ક્યાં જિલ્લામાં આગાહી: વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
24 તારીખે ક્યાં-ક્યા જિલ્લામાં આગાહી: સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, પાટણ, બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, દાહોદ, ભરૂચ, મહિસાગર, તાપી, ડાંગ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
25 તારીખે ક્યા જિલ્લામાં આગાહી: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દમણ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી.
26 તારીખે કયા-કયા જિલ્લામાં વરસાદ આગાહી: ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, પાટણ, દાદરા નગર હવેલી, દમણ, વલસાડ, નવસારી અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ આગાહી.
હાલમાં પશ્વિમ-દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી જણાવી છે.
1) અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદ લંબાયો છે પણ ચોમાસું સારું રહશે.
2) દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ હાલમાં ફંટાય છે.
3) 24-26 તારીખ દરમિયાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
4) દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ ઓમાન દેશ તરફ જતી રહે છે હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત માં સાર્વત્રિક વરસાદ થશે.
5) ઉત્તર ગુજરાતમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે.
લો-પ્રેશર સર્જાવાને કારણે આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. અમદાવાદ સહિત નવસારી, વલસાડ, સુરત, ડાંગ જેવા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.