Top Stories
khissu

બંગાળનાં ઉપસાગરનું વહન સક્રિય થતાં નવી વરસાદ આગાહી...

હાલમાં મઘા નક્ષત્ર ચાલુ છે. આગમી દિવસોમાં ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે. મઘા નક્ષત્રનું પાણી પાકો માટે સોના સમાન ગણાતું હોય છે. ફાલ્ગુની નક્ષત્રનું પાણી પાકતા પાકને નુકસાન પહોંચાડી શકે છે. જોકે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈને આગાહી કરી છે.

1) અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી આગાહી કરી.

2) હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

3) બંગાળના ઉપસાગરનું વાહન સક્રિય થયું છે. ૨૯ ઓગસ્ટથી દેશના મધ્ય ભાગમાં ચોમાસુ સક્રિય થશે.

4) સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં દેશના ૯૦ ટકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

5) ૨૯ ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પલટો આવશે ત્યાર પછી 6 સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે.

6) ઉત્તર ગુજરાતમાં ૩૦ અને ૩૧ ઓગસ્ટે હવામાનમાં પલટો આવશે. 3થી 10 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 

7) ૭થી ૯ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના જોવાઇ રહી છે. 

8) 30-31 તારીખે પંચમહાલ વડોદરા અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 

9) સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનાનાં અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા નવી વરસાદ આગાહી? 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૯ ઓગસ્ટથી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. વરસાદી સિસ્ટમ સક્રિય બન્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ઝાપટાંની સંભાવના છે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં સારો વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

30-31 તારીખે દક્ષિણ: હવામાન વિભાગે 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદના 3 રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ વરસાદની ઘટ નોંધાઈ રહી છે. વરસાદ નાં પડતાં હાલમાં દુષ્કાળની સ્થિતિ અને જળસંકટ ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતનાં 98% ડેમોમાં હવે ૨૫ ટકા જ પાણી બચ્યું છે. સારો વરસાદ નહીં પડે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થઇ શકે છે.