ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલે કરી મોટી આગાહી, 24 કલાક બાદ ચારેકોર રેલમછેલ થઈ જશે

ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલે કરી મોટી આગાહી, 24 કલાક બાદ ચારેકોર રેલમછેલ થઈ જશે

Ambalal Patel: હાલમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં બેફામ ગરમી પડી રહી છે. જો કે બે દિવસથી ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે બધા વરસાદની રાહ જોઈને જ બેઠા છે. હવે અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલનું કહેવું છે કે આ તારીખમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે. રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડુ અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 4 જૂને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડુ અને છૂટા છવાયા વરસાદની શક્યતા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જો આપણે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. સાવરકુંડલા નજીક ખાંભા અને ચલાલા પંથકના ગામોમાં વરસાદ પડ્યો છે. ખાંભાના અનિડા અને ધારગણી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા.

હવામાન વિભાગે એ માહિતી પણ આપી કે દક્ષિણની વાત કરીએ તો સાપુતારાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો અને ભારે બફારા બાદ વાદળછાયા વરસાદ વચ્ચે વરસાદનું આગમન થયુ હતુ. વરસાદના કારણે પેરાગ્લાઈડિંગ અને બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ હતી.

અંબાલાલે પોતાની આગાહીમાં આગળ વાત કરી કે દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ- મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.