Top Stories
khissu

અંબાલાલ પટેલ / ફરી મેઘમહેર, અરબી સમુદ્રમાં ભેજ, કઈ તારીખે? શું આગાહી?

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર આજે ગુજરાતમાં પૂર્ણ થઈ જશે. જોકે વરસાદના આ રાઉન્ડમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લામાં વરસાદ નથી પડ્યો. ત્યાં ખેડૂતો હાલમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની નવી આગાહી?
1) અરબી સમુદ્રનાં ભેજને કારણે ગુજરાત રાજ્યમાં મેઘરાજા ફરીથી મહેરબાન થશે. જોકે હાલમાં એક વરસાદ રાઉન્ડ પૂર્ણ થવાના આરે છે. 

2) ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

3)  રાજ્યમાં ૨૫ ઓગસ્ટ અને ૬ સપ્ટેમ્બરના રોજ વરસાદ પડશે:અંબાલાલ પટેલ

4) ૨૮મી ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ તેમજ ડાંગમાં વરસાદ પડશે.

5) અરબ સાગરમાં ભેજને કારણે વરસાદ થવાની શક્યતા રહેશે.

6) અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું પાણી પાકો માટે સારું ગણાતું નથી. હાલમાં મઘા નક્ષત્ર ચાલુ છે.

7) ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે. સાથે 6 સપ્ટેમ્બર બાદ પંચમહાલમાં પણ વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

8) આવતા મહિને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે, તો સૌરાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
ગુજરાત રાજ્યનાં ઘણા ખેડૂત ભાઈઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાતો વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે અને જળ સંકટની સ્થિતિ સર્જાઇ રહી છે. 

છેલ્લાં 24 કલાકમાં ક્યાં પડ્યો વરસાદ? 
હવામાન વિભાગની વેબસાઈટ મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સુરત, નર્મદા, અમરેલી, નવસારી, તાપી, બોટાદ અને ભરૂચ જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે બે ઇંચ સુરતનાં ચોર્યાસી (53mm) માં વરસાદ પડ્યો છે. સુરતનાં ઓલપાડમાં પણ 37mm વરસાદ નોંધાયો છે. નર્મદામાં 38mm તો અમરેલીમાં 22mm વરસાદ નોંધાયો છે. એ સાથે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો.