અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે 26 થી લઈને 30 જૂનમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આજે રથ યાત્રા ના દિવસે પણ વરસાદ પડવાની આગાહી છે તો જુલાઈ મહિનામાં પણ 1 થી 8 જુલાઈ વચ્ચે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આજે ઉત્તર ગુજરાતમાં પાટણ ના ભાગો, મહેસાણા ના ભાગો, બનાસકાંઠા ના ભાગો, અરવલી સાબરકાઠાં ના ભાગો, સાથે પૂર્વ ગુજરાતના ભાગ માં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે થવાની શક્યતા છે.
જો વીજળી લાલાશ કલર ની હોય તો પવન ફૂંકાય અને વીજળી સફેદ રંગની હોય તો સારો વરસાદ આવે. હમણા આંખો અંજાઈ જાય એવી વીજળી થવાની સંભાવના છે એટલે ધ્યાન રાખવું.
તારીખ 30 થી પણ વરસાદ જોર વધે અને 1 થી 8 માં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે, સુરત, નવસારી, વલસાડ ના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહશે. રાજ્યના ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નદીઓ જળ સ્તર માં વધારો થાય તેવી શક્યતા છે.