Top Stories
18-24માં ચોમાસું જામશે, અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી...

18-24માં ચોમાસું જામશે, અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી...

આજે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ છૂટો છવાયો વરસાદ ચાલુ થયો છે. જ્યારે આજે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદ આગાહી કરી છે. 

1) આજથી રાજ્યમાં વરસાદની શરૂઆત થશે.

2) 18થી 24 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થશે.

3) હવામાન વિભાગે પણ 17 તારીખ પછી રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય બનશે તેવી આગાહી જણાવી હતી.

4) રાહ જોઈ રહેલાં ખેડૂતો અને શહેરી વિસ્તારોમાં ગરમીથી રાહત મળશે. 21થી 23 માં સારો વરસાદ જોવા મળશે. 

5) સાઇક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં 17 તારીખ પછી વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

6) હાલ ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ નથી માત્ર સર્કયુલેશનને કારણે વરસાદ જોવા મળશે.

7) અમદાબાદ જિલ્લામાં હાલમાં વરસાદી છાંટા ચાલુ રહેશે. 14-15 તારીખમાં વરસાદી ઝાપટા વધશે અને ત્યાર પછી 18થી 24 તારીખમાં અમદાવાદમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે. 

તો ખેડૂત મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સક્રિય બનશે. આવનારાં દિવસોમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે. મઘા નક્ષત્રનું વાહન મોર છે અને આ નક્ષત્રમાં વરસાદ પડવાનું પ્રમાણ વધારે હોય છે. 

અંબાલાલના જણાવ્યા અનુસાર આશ્લેષા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ઓછું અને મઘા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આશ્લેષા નક્ષત્ર કરતા મઘા નક્ષત્રનો વરસાદ ગુજરાતના ખેડૂતો માટે ફાયદા સ્વરૂપ હોય છે. આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે ખાસ શેર કરો.