ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ફરી એક વખત રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. તેમણે છેલ્લે જણાવ્યું હવે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે. આકાશમાં ચોમાસા વિદાય માટેનાં પરિબળો જોવા મળશે. જોકે ત્યાર બાદ આજે ફરી મોટી આગાહી જણાવી છે.
અંબાલાલ પટેલની નવી આગાહી?
1) ગુજરાત રાજ્યમાં 8થી 12 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર સાથે મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે.
2) ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન 12 તારીખ સુધી ફૂંકાશે, સાથે 12 ઓક્ટોબર સુધીમાં વરસાદ પડશે.
3) આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં ૨થી ૫ નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે.
4) નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચક્રવાત એટલે કે વાવાઝોડું જોવા મળશે તેવી સંભાવના અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.
5) ચોમાસુ પૂર્ણ થશે ત્યાર પછી પણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળશે.
ક્યારે વાવાઝોડું આવશે?
આ વર્ષે ગુજરાતમાં તૌકતે બાદ ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જોકે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં એક વાવાઝોડું આવશે તેવી સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે. ચોમાસુ પૂર્ણ થઈ જશે ત્યાર પછી પણ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસું ક્યારે વિદાય લેશે?
હવામાન વિભાગે ચોમાસા વિદાય માટેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આગાહી મુજબ રાજસ્થાન અને કચ્છમાંથી 6 ઓક્ટોબરના રોજ ચોમાસાની વિદાય લઈ લીધી છે. જો કે આવનારા ૧૦થી ૧૫ દિવસમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ શકે છે. વેધર મોડલ મુજબ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે થંડરસ્ટ્રોમનો વરસાદ પડી શકે છે.