Top Stories
khissu

અંબાલાલની આગાહીથી બધું ખેદાનમેદાન થઈ જશે! ઈરાન-ઈરાકનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણી પથારી ફેરવશે!

Gujarat News: ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે વાત કરી કે 1 થી 3 માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે. હાલ ઈરાન-ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાવાની પુરી શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે હળવો વરસાદ આવશે. આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળિયું વાતાવરણ રહે તો કઈ નવાઈ નથી. માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ ખાબકશે.

સરકાર મફતમાં આપશે 300 યુનિટ વીજળી, આ મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે કરો અરજી, જાણો પ્રક્રિયા

જો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે. જો કે, રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. વાદળિયા વાતાવરણના કારણે ગરમીનો અનુભવ ન થતો હોવાનું તારણ પણ મળી રહ્યું છે. જો કે, આવતા દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે.   કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો.

SIP કરવું જ જરૂરી નથી. પૈસા રોકી દો આ સરકારી સ્કીમમાં, કરોડપતિ બનવું હવે અઘરું નથી

અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે.

LIC ક્લેમ કેવી રીતે મેળવવો? ભાગ્યે જ કોઈને ખબર હોય તો.. ન જાણતા હોવ તો જાણી લો

અંબાલાલે જિલ્લા પ્રમાણે પણ માવઠાંની વાત કરતાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.