Top Stories
વરસાદના ત્રીજા રાઉન્ડ અને અમદાવાદમાં વરસાદને લઈને મોટી આગાહી...

વરસાદના ત્રીજા રાઉન્ડ અને અમદાવાદમાં વરસાદને લઈને મોટી આગાહી...

ચોમાસાની શરૂઆત પછી ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થઈ ચૂકયા છે. તેમ છતાં રાજ્યમાં ૪૨ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે, ત્યારે ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદના ત્રીજાં રાઉન્ડને લઈને આગાહી કરી છે.

અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પંથક સાથે ઉત્તર-મધ્ય ગુજરાતમાં 18 થી 24 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થશે. કારણ કે 15 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે છે. સાથે અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ સર્જાશે છે.

અંબાલાલ પટેલની નવી નકોર આગાહી
1) વરસાદનો ત્રીજો સારો રાઉન્ડ ચાલુ થશે. દક્ષિણ ગુજરાત સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે.

2) 18 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદનું સારું પ્રમાણે રહેશે.

3) 21 થી 23 અને ૨૫થી ૨૮ ઓગસ્ટ દરમિયાન વરસાદનું પ્રમાણ સારું રહેશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

4) લો પ્રેશર બનતાં દક્ષિણ ભારતમાં વરસાદના સારા સંજોગો બની રહ્યા છે ત્યાર પછી ધીમે-ધીમે ગુજરાતમાં પણ સારા સંજોગો સાથે સાનુકૂળ સ્થિતી બનશે.

5) 15મી ઓગસ્ટ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે છે સાથે અરબી સમુદ્રમાં પણ હળવું દબાણ સર્જાશે.

6) દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

7) જોકે વરસાદની આગાહી અંગે પ્રયાસ કરીએ છીએ પણ સત્યની નજીક જવું એ કુદરતનાં હાથમાં છે એવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

8) 15 તારીખ સુધી હળવા ઝાપટાં ચાલુ રહેશે. ત્યાર બાદ સારા વરસાદની અપેક્ષા રાખી શકાય છે. 

9) ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગાજવીજ સાથે વરસાદ થશે.

10) 28 ઓગસ્ટ પછી September's મહિનામાં સારો વરસાદ થશે. ગુજરાતમાં વરસાદની ખોટ પૂરી થશે. 

ગુજરાતમાં સારો વરસાદ ન પડવા માટે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય બનતી નથી એમને કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે. જો બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી સારી ટ્રફ રેખા બને તો સારો વરસાદ થઈ શકે છે.

અમદાવાદ જિલ્લામાં ક્યારે વરસાદ થશે?
અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે ૧૮થી ૨૪ ઓગસ્ટ દરમિયાન વરસાદ થઈ શકે છે, અને ૨૦થી ૨૫ તારીખ દરમિયાન પણ તેમ વરસાદ પડી શકે છે. અને આ મહિનાના પાછલા દિવસોમાં પણ અમદાવાદના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેશે. હાલમાં જે ગરમી થઈ રહી છે તેમાં મોટી રાહત મળશે.