ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લો-પ્રેશર સિસ્ટમને કારણે વરસાદી વાતાવરણ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી નિષ્ક્રિય બનેલું ચોમાસું ફરી સક્રિય બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૬૦ કરતાં વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની નવી આગાહી?
1) આવનાર ૪૨ કલાક માટે ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારમાં વરસાદના વર્તારા આપ્યા છે.
2)લો-પ્રેશરની અસરને કારણે પહેલી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.
3) 1લી સપ્ટેમ્બર પછી બીજી સપ્ટેમ્બરનાં રોજ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં પણ વરસાદ પડશે.
4) જ્યારે બીજીબાજુ 2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
5) ઉત્તર ગુજરાત માટે ૬ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવી છે.
7) ગુજરાતમાં ૧૩ થી ૧૪ સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના સેવાઈ રહી છે.
8) મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો બનાસકાંઠા, મહેસાણામાં કેટલી જગ્યાએ અતિભારે વરસાદની આગાહી છે. સાથે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં એકથી બે ઇંચ વરસાદ પડશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદ ન પડતા ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે ફરીથી રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ૧૩થી ૧૪ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી પણ અમુક જિલ્લાઓમાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, અને ભાવનગર જિલ્લાનો સમાવેશ અતિભારે વરસાદમાં થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાપી, સુરત અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.
અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં 3થી 10 સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહીના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ એકથી લઇને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.