Top Stories
ઘણાં દિવસો પછી સારા વરસાદને લઈને Ambalal patel ની 5 મોટી આગાહી...

ઘણાં દિવસો પછી સારા વરસાદને લઈને Ambalal patel ની 5 મોટી આગાહી...

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની તાણ ખેંચાઈ રહી છે. જૂન મહિનામાં ગુજરાતનાં ૬૦ ટકાથી વધારે ભાગોમાં વાવણીલાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી બાકી રહેલ વિસ્તારમાં અને વાવણી થઈ ચુકેલ વિસ્તારમાં પિયત વરસાદની જરૂર છે, ત્યારે ગુજરાતનાં દરેક ખેડૂત મિત્રો એક સારા વરસાદની રાહ જોઈ ને બેઠાં છે. તો આ રાહ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જુલાઈ મહિનામાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

ઘણાં દિવસો પછી અંબાલાલ પટેલે ફરી વરસાદ આગાહી કરી છે. અંબાલાલ પટેલે છેલ્લે 9 જૂનનાં રોજ વરસાદ આગાહી કરી હતી, અને આજે 2 જુલાઈ નાં રોજ ફરી વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ કાકા ની મોટી આગાહી?
1) ગુજરાતમાં 6 જુલાઈ પછી વરસાદની આસ છે.

2) 13થી 20 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા છે.

3) 7-8 જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે.

4) 9-13 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

5) ગુજરાતમાં સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે.

ગુજરાતનાં હવામાન નિષ્ણાત એવાં અંબાલાલ પટેલ દ્વારા છેલ્લે પણ જણાવવામાં આવ્યું હતું કે 13 જુલાઈ પછી સારો વરસાદ ગુજરાતમાં જોવા મળશે. ૯ જૂનના રોજ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. 13 જુલાઈ પછી સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં, વિરમગામના ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. વાવણી ને લઇને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી.

જુલાઈ મહિનામાં કેટલા નક્ષત્ર જોવા મળશે?
જુલાઈ મહિનામાં બે નક્ષત્ર જોવા મળશે, જેમાંનું એક નક્ષત્ર હશે પુનર્વસુ અને એક નક્ષત્ર હશે પુષ્પ. પુનર્વસુ નક્ષત્ર ની શરૂઆત ૫ જુલાઇના રોજ 05:19 કલાક/મિનિટે થશે તેમનું વાહન ઉંદર હશે. જ્યારે પુષ્પ નક્ષત્રની શરૂઆત ૧૯ જુલાઈના રોજ સવારે 04:46 કલાક/મિનિટે થશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઘોડો હશે. પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે વરસાદ જોવા મળે જ્યારે પુષ્પ નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળે છે.

અરબી સમુદ્રમાં પાંચ તારીખ પછી ઘણી હલચલ જોવા મળી રહે છે જેમને કારણે ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ 8 તારીખ પછી ચાલુ થાય એવી ઘણી શક્યતાઓ જોવા મળી રહી છે. આવનાર દિવસોમાં જે વરસાદ નો રાઉન્ડ આવશે એ થોડોક લાંબો ચાલશે જેમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો કવર થઇ જશે અને અમુક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પણ પડી શકે છે એવું હાલ સિસ્ટમ ના માધ્યમથી જોવા મળી રહ્યું છે. 

વરસાદ આગાહી ની વધારે માહિતી અમે Khissuની એપ્લિકેશન માં આપને જણાવતા રહીશું એટલા માટે ખાસ તમે khissu ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ સુધી શેર કરી દેજો જેથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને એક આશા બંધાઈ જાય.