ઓક્ટોબરમાં તબાહી મચાવતું ભયંકર વાવાઝોડું આવશે... અંબાલાલ પટેલની નવી આગાહીથી કરોડો ગુજરાતી ધ્રુજી ઉઠ્યાં

ઓક્ટોબરમાં તબાહી મચાવતું ભયંકર વાવાઝોડું આવશે... અંબાલાલ પટેલની નવી આગાહીથી કરોડો ગુજરાતી ધ્રુજી ઉઠ્યાં

Ambalal Patel news: અંબાલાલ પટેલે નવી જ આગાહી કરી છે અને દરેકને ખાસ જણાવ્યું છે કે, 'હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે.' રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. 

નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે.

અંબાલાલે મોટી આગાહી કરી કે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થઈ શકે છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબોર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું થઈ શકે છે. દક્ષિણ પૂર્વિય તટો ઉપર 150 કિ.મીની ઝડપે વાવાઝોડુ આવશે. ગુજરાતમાં આ સિસ્ટમના લીધે ધોધમાર વરસાદ આવવાની શક્યતા છે.

આ પણ વાંચો

SBIએ શરૂ કરી સૌથી સારી અને સૌથી વિશેષ સેવા, હવે તમે Yono એપ દ્વારા જ સેવિંગ એકાઉન્ટ ખોલી શકશો, બેન્કે જવાની જરૂર નથી

તમારા ઘરે તમે કેટલું સોનું રાખી શકો? તેની પણ એક લિમિટ છે, સોના પર ટેક્સના નિયમો શું છે? અહીં જાણો બધું જ

અતિભારે વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા, પાક-ઘર વખરી-ઢોર.... કરોડો રૂપિયા પાણીમાં ધોવાઈ ગયાં!

ગુજરાતમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવી ડરામણી આગાહી કરતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થવાની લોકોને ભીતી છે. ગુજરાતમાં આ સિસ્ટમથી ફરીથી મેઘરાજા બેટિંગ કરશે એવું પણ અંબાલાલ પટેલનું કહેવું છે.