1) આજથી 5 દિવસ સુધી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
2) આજથી ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એટલે કે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહી છે. ઉત્તર મધ્ય ગુજરાતનાં ભાગો એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ઉત્તર અહેમદાવાદ, અરવલ્લી ગાંધીનગર અને પંચમહાલમાં વરસાદની શક્યતા છે.
3) ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ આગાહી છે. સાથે અમદાવાદમાં પણ વરસાદની શક્યતા છે.
4) આવનાર દિવસોમાં બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિ.મી 100 ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
5) આવનાર દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. જેમને કારણે નર્મદા અને તાપી ના જળસ્તરમાં વધારો થશે.