દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી-અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને 24, 25 અને 26 તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
23 જુલાઇ દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સીસ્ટમ બનશે. જે ઉત્તર-પશ્ચિમ બાજુથી ગતી કરીને પશ્વિમ મધ્યપ્રદેશ- રાજસ્થાન આસપાસ આવશે. ત્યારે આનુસગિક UAC 700hpa અને 500hpa એ ગુજરાત સુધી લંબાઈ શકે છે. જેમની અસરને કારણે સારા અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે.
હવામાન વિભાગની નવી આગાહી?
1) ગુજરાતમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી.
2) 24, 25, 26 જુલાઈ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે.
3) દક્ષિણ ગુજરાતથી કેરળ રાજ્ય સુધી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.
4) બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે.
5) અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ.
6) ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા.
ગુજરાતના દરેક ખેડૂત મિત્રો ને જણાવી દઈએ કે 27 જુલાઈ દરમિયાન પણ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવા સંજોગો બની રહ્યા છે. જેની અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે પરંતુ હાલ આ આગોતરું એંધાણ 50% ગણવું.