રાજ્યમાં આગામી રવિવારથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં રાજ્યના દક્ષિણ છેડે ચોમાસું સક્રિય થશે.
જેમાં દક્ષિણ ગુજરાતમાં 13મી જૂનથી ચોમાસું શરૂ થશે. આ પછી ચોમાસું ગુજરાતના અન્ય ભાગમાં આગળ વધશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સૌરાષ્ટ્રના ભાગમાં ચોમાસાંની ગતિવિધી આગળ વધશે. તારીખ 14-15માં હળવો વરસાદ થશે. ત્યારબાદ 16 તારીખ, 18થી 24 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના પૂર્વ ભાગ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જેની રાહ જોવાય છે તે ચોમાસું આગામી 24 કલાકમાં સક્રિય થશે.