Top Stories
પૂર્વાનુમાન / 30થી 6 તારીખ દરમિયાન ભારે વરસાદ આગાહી...

પૂર્વાનુમાન / 30થી 6 તારીખ દરમિયાન ભારે વરસાદ આગાહી...

ગુજરાતનાં જાણીતાં વેધરએનાલિસ્ટ અશોકભાઈ પટેલે ૩૦ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધીમાં વરસાદનું પૂર્વાનુમાન જણાવ્યું છે. ગુજરાતમાં ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીનાં પર્વ પછી વરસાદ સારા સંજોગ જણાવામાં આવ્યાં છે.

અશોક પટેલની આગાહી?
1) ગુજરાતમાં ૩૧ તારીખ-મંગળવારથી વરસાદનો મુખ્ય રાઉન્ડ ચાલુ થશે. 

2) સૌરાષ્ટ્રમાં એકથી પાંચ ઇંચ અથવા પાંચથી વધારે તો દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાત અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આગાહી છે. 

3) ગુજરાતનાં ઘણાં ભાગોમાં 30 ઓગસ્ટથી વરસાદની શરૂઆત થશે અને 31ઓગસ્ટથી વરસાદનો મુખ્ય રાઉન્ડ ચાલુ થશે. 

4) 30થી 6 તારીખ દરમિયાન વરસાદ આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં હળવો-મધ્યમ કોઈક વિસ્તારમાં ભારે અને અતિભારે વરસાદની શક્યતાઓ છે. ભારે વરસાદ માટે માત્રા ૫૦થી ૭૫ mm અને અતિ ભારે વરસાદ માટે માત્રા ૧૫૦mm થી વધુ. 

5) સૌરાષ્ટ્રમાં હળવો, મધ્યમ તો ક્યાંક ભારે અને કયાંક અતિભારે વરસાદની શક્યતાઓ છે. ભારે માટે ૨૫-૫૦mm અને અતિ ભારે માટે ૧૨૫mm થી વધુ. 

6) પૂર્વ અને પશ્ચિમ કચ્છ તેમજ લાગુ ઉત્તર ગુજરાતમાં ૨૫થી ૫૦mm સુધીનો વરસાદ પડી શકે છે. કચ્છમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 

7) બંગાળની ખાડીમાં દક્ષિણ ઓરિસ્સા લાગુ નોર્થ આંધ્રપ્રદેશના કિનારે એક લો-પ્રેશર સક્રિય બન્યું છે. જેમને આનુંસંગીક સાઈક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તૈયાર થયેલ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર ભારત, પશ્ચિમ એમ. પી બાજુ આવનાર ૪ દિવસ સુધી ગતિ કરશે. ત્યાર બાદ ગુજરાતમાં વરસાદ રાઉન્ડ ચાલુ થશે. 

અશોક પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ આ પ્રાથમિક અંદાજ છે. જન્માષ્ટમીના તહેવારો બાદ મેઘરાજાના વધામણા ગુજરાતમાં થશે. ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર મળી રહ્યા છે.