khissu

બદલાવ/ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો ધ્યાન આપો! 1 ઓક્ટોબરથી પેમેન્ટનાં નિયમો બદલાશે, દેશભરના ગ્રાહકો પર થશે અસર

દેશમાં મોટાભાગના લોકો ડેબિટ કાર્ડ અથવા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા જ હશે. પૈસાને લગતું કોઈપણ કામ હવે કાર્ડની મદદથી થઈ શકે છે. એવામાં હવે સાયબર ફ્રોડ વધી રહ્યા છે. દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમને રોકવા માટે ભારતિય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવતા મહિને જરૂરી બદલાવ કરવા જઈ રહી છે. એટલે કે આરબીઆઇ આવતા મહિને ડેબિટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ વાપરતા લોકો માટે કાર્ડ ઓફ ફાઈલ ટોકનાઈઝેશન સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આરબીઆઇ અનુસાર આ સિસ્ટમ આવ્યા બાદ કાર્ડ ધારકોને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે.

આ પણ વાંચો: બેસ્ટ છે આ ડેબિટ કાર્ડ: બેંક ઓફ બરોડા ડેબિટ કાર્ડ 2022 - 2023 જાણો કયા કયા કાર્ડ છે ફાયદામાં ?

તમને જણાવી દઇએ કે આ નિયમ 1 જાન્યુઆરી 2022 થી લાગુ થવાના હતા. પરંતુ આરબીઆઇ એ 6 મહિના ડેડલાઈન વધારીને 30 જૂન કરી દીધી હતી. ત્યાર બાદ ફરી એક વાર ડેડલાઈન 1 ઓકટોબર 2022 કરવામાં આવી છે. એટલે કે ટોકનાઇઝેશનની સુવિધા આગામી મહિનાથી શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં, આરબીઆઈએ તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટાને ઓનલાઈન, પોઈન્ટ-ઓફ-સેલ અને એપ્લિકેશનમાં ટ્રાન્જેક્શન એકમાં મર્જ કરીને એક અનન્ય ટોકન જારી કરવા કહ્યું છે.

ટોકનાઇઝેશન શું છે?
જ્યારે તમે કોઈ વ્યવહાર માટે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, ત્યારે ટ્રાન્જેક્શન નાં  16-અંકનો કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV તેમજ વન-ટાઇમ પાસવર્ડ અથવા ટ્રાન્ઝેક્શન પિન જેવી માહિતી પર આધારિત છે.  જ્યારે આ બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરવામાં આવે ત્યારે જ વ્યવહાર સફળ થાય છે. ટોકનાઇઝેશન કાર્ડની વાસ્તવિક વિગતોને "ટોકન" નામના અનન્ય વૈકલ્પિક કોડમાં રૂપાંતરિત કરશે.  કાર્ડ, ટોકન વિનંતીકર્તા અને ઉપકરણના આધારે આ ટોકન હંમેશા અનન્ય રહેશે.

આ પણ વાંચો: વીજળીનું બિલ અડધું ઘટશે! ફક્ત તેને મીટરની પાછળ ફિટ કરો, આ ડીવાઈસ ની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી

શું કાર્ડ ટોકનાઇઝેશન સુરક્ષિત છે?
જ્યારે કાર્ડની વિગતો એન્ક્રિપ્ટેડ રીતે સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે છેતરપિંડીનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે તમારી ડેબિટ/ક્રેડિટ કાર્ડની માહિતી ટોકન સ્વરૂપમાં શેર કરો છો, ત્યારે તમારું જોખમ ઓછું થાય છે.

16-અંકના ડેબિટ, ક્રેડિટ કાર્ડ નંબર યાદ રાખવાની જરૂર નથી
રિઝર્વ બેંકે જણાવ્યું છે કે ટોકન વ્યવસ્થા હેઠળ દરેક ટ્રાન્ઝેક્શન માટે કાર્ડની વિગતો દાખલ કરવાની જરૂર રહેશે નહીં. ડિજિટલ પેમેન્ટને વધુ અસરકારક અને સુરક્ષિત બનાવવા માટે રિઝર્વ બેંકના પ્રયાસો ચાલુ રહેશે.

ટોકનાઇઝેશન કેવી રીતે કાર્ય કરશે?
આ વ્યવસ્થામાં તમારા કાર્ડની માહિતીને એક અનન્ય વૈકલ્પિક કોડમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ કોડની મદદથી પેમેન્ટ શક્ય બનશે. આ પ્રક્રિયામાં તમારે તમારા કાર્ડના CVV નંબર અને વન ટાઇમ પાસવર્ડની પણ જરૂર પડશે.  આ સિવાય વધારાના વેરિફિકેશન માટે પણ સંમતિ આપવી પડશે.

આ પણ વાંચો: Bank of Baroda: શું તમારે ક્રેડીટ કાર્ડ લેવું છે ? જાણો BOB ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ માહિતી

શું તમારે આ રીતે ચૂકવણી કરવી પડશે?
ડિજિટલ પેમેન્ટ દરમિયાન, તમને ટોકન નંબર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આના પર ક્લિક કરવાથી સંબંધિત કાર્ડની માહિતીને ટોકન નંબરમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થશે. વિનંતી તમારી સંમતિ સાથે મોકલવામાં આવશે. આ પછી તમને કાર્ડ નંબરની જગ્યાએ ટોકન નંબર આપવામાં આવશે.  આની મદદથી તમે ચૂકવણી કરી શકશો. ખાસ વાત એ છે કે અલગ અલગ વેબસાઈટ માટે એક જ કાર્ડ માટે અલગ અલગ ટોકન નંબર આપવામાં આવશે.

મિત્રો, આવી જ અગત્યની અને મહત્વની માહિતી જાણવા માટે અમારા Khissu ફેસબુક પેજને ફોલો કરો, સાથે જ khissu application ડાઉનલોડ કરી લો.