ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થઈ ચૂકયા છે. ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ હજી ૩૫ ટકાથી વધારે વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરીથી પોતાની ઓફિસિયલ વેબસાઈટ પર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમ્યાન કેવો વરસાદ રહેશે તેમનું એક અનુમાન જણાવ્યું છે.
ઉપર જણાવેલ ફોટા મુજબ ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું નોર્મલ રહી શકે છે એટલે કે ગુજરાતમાં સારો વરસાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડી શકે છે. જોકે આ હવામાન વિભાગનું લાંબાગાળાનું અનુમાન હોઈ શકે છે. જેથી તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોકે ચોમાસું સારું રહશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં ક્યારે સારો-ભારે વરસાદ થઈ શકે?
વેધર ચાર્ટના માધ્યમથી આવનાર 12 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અતિભારે વરસાદ થાય તેવા સંજોગો જણાતા નથી. ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધી છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. જોકે 8થી 10 તારીખ દરમિયાન MJO તૈયાર થશે જે ફેસ ટુ અને ફેસ થ્રી માં આવશે તો ફરીથી ગુજરાત માં ચોમાસુ સક્રિય બનશે અને સારા વરસાદની આશાઓ બંધાશે.
શું છે હવામાન વિભાગના દ્વારા હાલની આગાહી?
હાલમાં હવામાન ખાતાની આગાહી કરતા જણાવ્યું છે કે સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે. ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત અનેે સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદ ચાલુ રહશે.