આગામી મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તહેવારોથી ભરેલો છે. આ મહિને વિવિધ તહેવારોને કારણે બેંકો બંધ રહી શકે છે. જો તમે ઓગસ્ટ મહિનામાં બેંકનું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પહેલા ઓગસ્ટમાં બેંકની રજાઓની યાદી જોવી પડશે. ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસ સહિત અનેક તહેવારોની યાદી છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ હોય, તો તમારે પહેલા બેંકની રજાઓની સૂચિ જોવી જોઈએ.
ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર ઓગસ્ટ મહિનામાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. ઓગસ્ટમાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્દશી જેવા અનેક તહેવારો આવે છે. આ દિવસોમાં બેંકોના કામ પર અસર પડી શકે છે, તેથી આ દિવસોમાં બેંકો બંધ રહી શકે છે.
આ પણ વાંચો: SBIના ગ્રાહકો ધ્યાન આપો, હવે ATMમાંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ ગઈ, જાણો સંપુર્ણ માહિતિ
18 દિવસ સુધી બેંકો રહેશે બંધ
આ સિવાય દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે દરેક બેંક બંધ રહે છે અને રવિવારની સાપ્તાહિક રજાના કારણે ઓગસ્ટ મહિનામાં લાંબી રજાઓ આવી શકે છે. આ સાપ્તાહિક રજાઓને એકસાથે લેવાથી, ઓગસ્ટમાં સંપૂર્ણ 18 દિવસની બેંક રજા રહેશે.
13-15 ઓગસ્ટ સુધી બેંકો સતત બંધ રહેશે
તમને જણાવી દઈએ કે બેંકો 13-15 ઓગસ્ટ સુધી સતત બંધ રહેશે. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન બેંકોમાં કોઈ કામ નહીં થાય. 13 ઓગસ્ટે બીજા શનિવારે, 14 ઓગસ્ટે રવિવાર અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના દિવસે બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટઃ હવે માત્ર 1 દિવસમાં જ બની જશે ડ્રાઇવિંગ લાઇસન્સ, આ રીતે કરો અરજી
આ દિવસોમાં બેંકો ખુલશે નહીં
1 ઓગસ્ટ - મોહરમ (જમ્મુ અને કાશ્મીર)
5 ઓગસ્ટ - દ્રુપકા શે-જી (સિક્કિમ)
9 ઓગસ્ટ - મોહરમ (અગરતલા, અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર અને રાંચી)
11 ઓગસ્ટ - રક્ષાબંધન
12 ઓગસ્ટ - રક્ષા બંધન (કાનપુ-લખનૌ)
13 ઓગસ્ટ - બીજો શનિવાર
15 ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ - પારસી નવું વર્ષ
18 ઓગસ્ટ - જન્માષ્ટમી
19 ઓગસ્ટ - જન્માષ્ટમી શ્રાવણ વદ-8/કૃષ્ણ જયંતિ (અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, ગંગટોક, જયપુર, જમ્મુ, ગત્ના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર)
20 ઓગસ્ટ - કૃષ્ણાષ્ટમી
27 ઓગસ્ટ - ચોથો શનિવાર
29 ઓગસ્ટ - શ્રીમંત સંકરદેવ તિથિ (ગુવાહાટી)
31 ઓગસ્ટ - ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક)