khissu

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત, છાતીના પાટિયા બેસી જાય એવી અંબાલાલ પટેલની આગાહી

સુરત, નવસારી અને વડોદરામાં અતિભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતા વધારી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિભારે ઓરેન્જ અલર્ટ અપાયું છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ,ગીર સોમનાથમાં ભારે વારસાદીની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે.

ઓગસ્ટ મહિનો આકરો જશે 
તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે.