એક્સિસ બેન્કે તેની બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. વધેલા વ્યાજ દરો આજથી એટલે કે 5મી ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે. બેંકની વેબસાઈટ અનુસાર, બેંકે 5 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે બેંક 7 દિવસથી 10 વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 4.65 થી 6.30 ટકા વ્યાજ આપશે.
આ પણ વાંચો: ગેરંટીડ પોસ્ટ ઑફિસ સ્કીમ, જેમાં દર મહિને જમા કરો રૂપિયા 10,000 અને એકસાથે મેળવો 16 લાખ
બેંક હવે રૂ. 5 કરોડથી રૂ. 10 કરોડથી ઓછાની 7 દિવસથી 14 દિવસમાં પાકતી FD પર 4.65% વ્યાજ ચૂકવશે. 15 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 5% વ્યાજ આપવામાં આવશે. 46 દિવસથી 6 મહિનામાં પાકતી FD પર વાર્ષિક 6.00%ના દરે વ્યાજ મળશે. બેંક હવે 6 મહિનાથી 9 મહિનામાં પાકતી થાપણો પર 6.35 ટકા વ્યાજ ચૂકવશે.
હવે તમને આટલું વ્યાજ મળશે
એક્સિસ બેંકના ગ્રાહકોને 9 મહિનાથી 1 વર્ષમાં પાકતી FD પર 6.40 ટકા અને 1 વર્ષથી 13 મહિનામાં પાકતી FD પર 7.00 ટકાના દરે વ્યાજ મળશે. બેંક હવે 13 મહિનાથી 3 વર્ષમાં પાકતી FD પર વાર્ષિક 6.80 ટકાના દરે વ્યાજ ચૂકવશે. ગ્રાહકોને 3 વર્ષથી 10 વર્ષમાં પાકતી FD પર 6.30 ટકા વ્યાજ મળશે.
આ પણ વાંચો: 10 વર્ષમાં 20 લાખનું ફંડ બનાવવા શું રહેશે બેસ્ટ, Post Office RD કે પછી Bank RD? જાણો અહીં
નોન-કોલેબલ FD વ્યાજ પણ વધ્યું
એક્સિસ બેંકે નોન-કોલેબલ એફડી પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. નોન-કોલેબલ એફડી એ તે એફડી છે, જે પાકતી મુદત પહેલા તોડી શકાતી નથી. 30 દિવસથી 45 દિવસમાં પાકતી એફડી રૂ. 2 કરોડથી રૂ. 5 કરોડથી ઓછી હોય તો હવે 5.00 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. 46 દિવસથી 3 મહિનામાં પાકતી FD પર 6.00% વ્યાજ અને 3 મહિનાથી 6 મહિનામાં પાકતી થાપણો પર 6.30% વ્યાજ મળશે. હવે ગ્રાહકોને 6 મહિનાથી 9 મહિનામાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.55 ટકાના દરે વ્યાજ મળશે.