Top Stories
khissu

બાપ રે...અંબાલાલ પટેલે કરી 12 મોટી આગાહી: વાવાઝોડા અને પાછોતરો વરસાદને લઈને

ગુજરાતમાં લાંબા ગાળાની આગાહીઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાની ઘણી વખત સાચી પડતી હોય છે. તેમને 9 જૂનનાં રોજ કહ્યું હતું કે 13 જુલાઈ પછી સારો વરસાદ પડશે. જે આગાહી પર અંબાલાલ પટેલ અડગ છે. અંબાલાલ પટેલે આજે 6 જુલાઈના રોજ ફરી નવી આગાહી કરી છે.

1) 5 જુલાઈ પછી વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે.

⁠⁠2) 6 જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવશે જેથી વરસાદના સંજોગો ઉજળા બનશે.

3) રાજ્યમાં 8 જુલાઈ સુધી છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે.

4) 9 જુલાઇથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનવાની શક્યતાઓ છે.

5) સૌરાષ્ટ્ર-ગુજરાત ભાગોના વિસ્તારોમાં 13 જુલાઈથી 20 જુલાઇ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

6) રાજ્યનાં કોઈક કોઈક ભાગોમાં ભારે વરસાદ પાડવાની આગાહી પણ વ્યકત કરી છે.

7) હાલમાં ચોમાસુ નબળું પડવાને કારણે વરસાદી માહોલ નથી, 10 જુલાઇ પછી બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં લો-પ્રેશર બનાવવાનું શરૂ થશે. જેથી વરસાદ સારો પડશે.

8) ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડશે.

9) ૧૦ જુલાઇ પછી દેશના પૂર્વ ક્ષેત્રો, પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સમી, હારીજ બેચરાજી, વિરમગામા, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ ના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

10) દક્ષિણ ગુજરાત અને દરિયાઈ કિનારાના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

11) પાછોતરો વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને 18 નવેમ્બર પછી વાવાઝોડા આવી શકે એવી પણ આગાહી કરી છે.

12) પાછોતરા વરસાદમાં ૮, ૯, ૧૦, અને ૧૧ સપ્ટેમ્બરે સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. જે વરસાદ બધે નહીં હોય. સપ્ટેમ્બર માસનો વરસાદ અંબાજીના ડુંગરાળ વિસ્તાર અને બનાસકાંઠાનાં દાંતા જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય બની ચૂકયું છે પરંતુ હવે આવનારા દિવસોમાં સારો વરસાદ થાય એવા સંકેતો મળી રહ્યા છે. ચોમાસાની સિઝન હોવાને કારણે વાતાવરણ બદલતા વાર નથી લાગતી અને પ્રબળ પરિબળો માત્ર એક જ દિવસમાં બની જતા હોય છે અને આગાહી કરતાં ઘણી વખત વહેલો પણ જોવા મળી જતો હોય છે.

વેધર ફોરકાસ્ટની આગાહી સાથે ગુજરાતના અંબાલાલ પટેલે પણ 13 જુલાઈ પછી સારા વરસાદના સંકેતો આપ્યા છે. સાથે પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પણ આગાહીનાં દિવસોમાં જોવા મળશે. જે નક્ષત્રમાં પણ પવન સાથે સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. આ વર્ષે અખાત્રીજના પવન પરથી વરસાદના અનુમાન મુજબ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે. 

જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના પુષ્ય નક્ષત્રમાં વરસાદ અચૂક પડતો જ હોય છે. એટલે કે 5જુલાઈથી 5 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્રમાં જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે. 5 જુલાઈથી ૧૯ જુલાઈ દરમિયાન પુનર્વસુ નક્ષત્ર જોવા મળશે. ૧૯ જુલાઈથી પછી પુષ્પનક્ષત્ર નક્ષત્રની શરૂઆત થશે.