નમસ્કાર ગુજરાત, જો તમે ટેક્સ બચાવવાની સાથે બમ્પર રિટર્ન મેળવવા માંગો છો, તો હવે તમારા માટે એક સારી તક છે. તમે ટેક્સ સેવર એફડીમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો અને સારું વળતર પણ મેળવી શકો છો. જાણીએ આ મહિનામાં ટોપ FD બેંકની માહિતી…
1) HDFC Bank માં FD:- HDFC બેંક પણ ટેક્સ સેવિંગ FD પર ભારે વ્યાજ આપી રહી છે. ખાસ વાત એ છે કે ખાનગી ક્ષેત્રની બેંકોમાં HDFC સૌથી મોટી બેંક છે. તે ટેક્સ સેવિંગ FD પર 7 ટકા વ્યાજ આપે છે. જો તમે અત્યારે HDFC બેંકમાં ટેક્સ સેવિંગ FD કરો છો, તો તમે પાંચ વર્ષ પછી અમીર બની જશો. જો તમે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 5 વર્ષ પછી 2.12 લાખ રૂપિયા મળશે.
આ પણ વાંચો:- જો તમે Bank locar નો ઉપયોગ કરો છો તો આ નવી 8 માહિતી ભૂલ્યા વગર જાણી લો
2) ટેક્સ સેવિંગ એફડી પર 6.7% સુધી વ્યાજ આપી રહી છે આ બેંક:- જો અહીંયા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંકની વાત કરીએ તો આ બંને બેંકો પણ ટેક્સ સેવિંગ FD પર 6.7% સુધી વ્યાજ આપી રહી છે. જો કે આ બંને સરકારી બેંકો છે. જો તમે આ બંને બેંકોમાં પાંચ વર્ષ માટે 1.5 લાખ રૂપિયાની FD કરો છો, તો મેચ્યોરિટી પૂર્ણ થવા પર તમને 2.09 લાખ રૂપિયા મળશે.
3) આ બેંક માં પાકતી મુદત પૂરી થવા પર તમને રૂ. 2.07 લાખ મળશે.:- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પણ ટેક્સ સેવિંગ FD પર 6.5% સુધી વ્યાજ ઓફર કરી રહી છે. આ સિવાય ઈન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક, આઈડીબીઆઈ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક પણ 6.5%ના દરે વ્યાજ આપી રહી છે. જો તમે આ બેંકોમાં પાંચ વર્ષ માટે રૂ. 1.5 લાખનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પૂર્ણ થવા પર તમને રૂ. 2.07 લાખ મળશે.
4) આ બેંકમાં પણ બમ્પર વ્યાજ મળશે :- હાલમાં ઇન્ડસઇન્ડ બેન્ક અને યસ બેન્ક ટેક્સ સેવિંગ એફડી પર બમ્પર વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે આ બે બેંકોમાં ટેક્સ સેવિંગ FD હેઠળ રોકાણ કરો છો, તો તમને 7.25 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે. જો તમે અત્યારે 1.5 લાખ રૂપિયાની ટેક્સ સેવિંગ FD કરો છો, તો પાંચ વર્ષમાં આ રકમ વધીને 2.15 લાખ રૂપિયા થઈ જશે.
5) હાલમાં ફેડરલ બેંક પણ ટેક્સ સેવિંગ FD ઉપર બમ્પર વ્યાજ ઓફર કરી રહી છે. આમાં, જો તમે હવે ટેક્સ સેવિંગ FD મેળવો છો, તો તમને 6.6 ટકાના દરે વ્યાજ મળશે. જો તમે અત્યારે ટેક્સ સેવિંગ એફડીમાં રૂ.1.5 લાખનું રોકાણ કરો છો, તો પાંચ વર્ષ પછી તમને ટોટલ રૂ. 2.08 લાખની રકમ મળશે.
આ પણ વાંચો:- લગાતાર ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ, કાલ કરતાં પણ આજે જ્લેવરી સસ્તી થઈ, જાણી લો નવા ભાવો