જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમે વ્યાજબી વ્યાજ દર સાથે હોમ લોન લઈ શકો છો. કારણ કે સરકારી માલિકીની બેંક ઓફ બરોડા (BoB) એ સ્પર્ધાને હરાવવા માટે રવિવારે તેના હોમ લોનના વ્યાજ દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કરીને 8.5 ટકા કર્યો હતો. આ સિવાય બેંકે તેની MSME લોનના વ્યાજ દરો પણ ઘટાડીને 8.40 ટકા કર્યા છે. બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને ઑફર્સ 5 માર્ચ, 2023થી પ્રભાવી છે અને 31 માર્ચ, 2023 સુધી મર્યાદિત સમયગાળા માટે માન્ય છે.
બેંકે દાવો કર્યો હતો કે આ ઉદ્યોગમાં સૌથી નીચા અને સૌથી વધુ સ્પર્ધાત્મક વ્યાજ દરો પૈકી એક છે. તેના વ્યાજ દરોમાં ઘટાડો કરવા ઉપરાંત, બેંક હોમ લોન પર 100 ટકા પ્રોસેસિંગ ચાર્જ માફી અને MSME લોન પર 50 ટકા પ્રોસેસિંગ ચાર્જ માફી પણ ઓફર કરી રહી છે.
ક્રેડિટ સ્કોરના આધારે લોન મળશે
નવી હોમ લોન, બેલેન્સ ટ્રાન્સફર તેમજ હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન માટે અરજી કરનારા ઋણધારકો માટે 8.5 ટકાથી શરૂ થતા નવા હોમ લોનના દરો ઉપલબ્ધ છે, બેંકે જણાવ્યું હતું કે, આ દર ઉધાર લેનારાના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલ છે. બેંકનું કહેવું છે કે જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો છે તેમને ઓછા વ્યાજ દરે લોન સરળતાથી મળશે.
ઓછી થઈ જશે EMI
જો તમે 5 માર્ચથી 31 માર્ચની વચ્ચે બેંક ઓફ બરોડા પાસેથી હોમ લોન અને MSME લોન લો છો, તો તમારે હોમ લોન પર 8.5 ટકા અને MSME લોન પર 8.40 ટકા વ્યાજ ચૂકવવું પડશે. નવા વ્યાજ દરોના આધારે તમારી EMI પણ ઘટશે. જેના કારણે તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. જો તમે આ પ્રકારની લોનનો લાભ લેવા માંગો છો, તો તમારી પાસે માત્ર 31 માર્ચ સુધી જ છે. આ પછી બેંક હોમ લોનના વ્યાજ દરમાં વધારો કરી શકે છે