Top Stories
khissu

સેવિંગ ખાતાને લઈને બેંક ઓફ બરોડાએ નવા નિયમો જાહેરાત કર્યા, આજે જ જાણો બાકી થશે દંડ

નમસ્કાર ગુજરાત, જો તમારું બેંક ઓફ બરોડા માં ખાતું છે તો જાણી લો બેંક દ્વારા નવો નિયમ, જો નિયમ નહીં જાણો તો તમને દંડ થઇ શકે છે.

ઘણા સમય પેહલા વિજયા બેંક અને દેના બેંકના બેંક ઓફ બરોડા સાથે મર્જ થયા પછી, તે દેશની બીજી સૌથી મોટી બેંક બની ગઈ છે અને મોટી બેંક બનતા બેંકે લઘુત્તમ બેલેન્સ નિયમોમાં ફેરફાર કર્યો છે.

મિનિમમ બેલેન્સના નામે શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે અલગ-અલગ રકમ નક્કી કરવામાં આવી છે.

મેટ્રો અને અન્ય શહેરો માટે, બેંક ઓફ બરોડાના બચત ખાતામાં ઓછામાં ઓછા 2000 રૂપિયા હોવા જોઈએ તેવો નિયમ જાહેર કર્યો છે.

જ્યારે જો તમારું ખાતું ગ્રામીણ વિસ્તારમાં છે, તો ખાતામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા હોવા જોઈએ.

મેટ્રો અને અન્ય શહેરી વિસ્તારોના ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 200 રૂપિયાનો દંડ છે.

બિન-શહેરી વિસ્તારો માટે દંડની રકમ 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

જો કે, જન-ધન ખાતામાં લઘુત્તમ બેલેન્સની રકમ નિશ્ચિત નથી અને ખાતાધારકોએ લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ ચૂકવવો પડતો નથી.