Top Stories
Bank of Baroda ના ગ્રાહકોમાં ખુશીની લહેર, લોન ચાલું હોય તો આટલો ઘટી જશે હપ્તો

Bank of Baroda ના ગ્રાહકોમાં ખુશીની લહેર, લોન ચાલું હોય તો આટલો ઘટી જશે હપ્તો

બેંક ઓફ બરોડાએ પોતાની હોમ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, જેથી ઘર ખરીદવું હવે વધારે સરળ અને સસ્તું બનશે. બેંકે સોમવારે (5 મે, 2025)ના રોજ હોમ લોનના વ્યાજ દરોમાં 40 BPSનો ઘટાડો કર્યો છે. હવે, નવી હોમ લોન અને હોમ રિપેર લોન પર વ્યાજ દર 8% થી શરૂ થશે, જોકે, લોનની રકમ રી.15 લાખથી વધુ હોવી જોઇએ. આ રેટ્સ લોન લેનારાના ક્રેડિટ સ્કોર પર આધારિત હશે.

આ ઉપરાંત બેંકે મહિલાઓ માટે 5 bps અને 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 10 bps નું વધારાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. આ ડિસ્કાઉન્ટ રેડી-ટુ-મૂવ પ્રોપર્ટીઝ, લોન ટ્રાન્સફર અને આ પ્રકારની કેટેગરીઝ પર ઉપલબ્ધ રહેશે.

માત્ર એક રૂપિયામાં T શર્ટ…. Veવહેલા તે પહેલાના ધોરણે 


બેંકે જણાવ્યું કે, તેમણે રેપો રેટમાં ઘટાડાનો લાભ તેના વર્તમાન ગ્રાહકોને આપી દીધો છે જેમની લોન રેપો રેટ સાથે જોડાયેલી છે.

બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજય મુદલિયારે જણાવ્યું હતું કે, "નવા રેટ્સ ઘર ખરીદનારા લોકોને સસ્તી લોન પૂરી પાડવા તરફ વધુ એક પગલું છે. આ ઉપરાંત, ચોક્કસ કેટેગરીઝને ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ ફેરફારો દર્શાવે છે કે બેંક તેના ગ્રાહકોને સ્પર્ધાત્મક દરે ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને તે ઘર ખરીદનારા લોકોનો મનપસંદ પાર્ટનર બનવા તરફ વધુ મજબૂત બની રહી છે.

અગાઉ પણ રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને કેનેરા બેંક જેવી ઘણી બેંકોએ તેમના હોમ લોન વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.

જો તમે બેંક ઓફ બરોડા પાસેથી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તેને સરળ કેલ્ક્યુલેશન દ્વારા સમજી લો. બેંકના હોમ લોન EMI કેલ્ક્યુલેટર મુજબ, 20 વર્ષ (એટલે કે 240 મહિના) ની મુદત અને વાર્ષિક 8% વ્યાજ દર સાથે રૂ.30 લાખની લોન માટે, તમારે દર મહિને રૂ.25,093ની EMI ચૂકવવી પડશે

હોમ લોન EMI ની ગણતરી લોનની રકમ, વ્યાજ દર અને લોનની મુદતના આધારે કરવામાં આવે છે. બેંક ઓફ બરોડા જેવી મોટી સરકારી બેંકો તેમના ગ્રાહકોને ઓનલાઈન EMI કેલ્ક્યુલેટરની સુવિધા પૂરી પાડે છે, જેથી ગ્રાહકો લોન લેતા પહેલા તેમનું ફાઇનાન્સિયલ પ્લાનિંગ યોગ્ય રીતે કરી શકે.
હોમ લોન કેલ્ક્યુલેશન ડીટેલ્સ
લોનની રકમ: રૂ.30,00,000

ઓછા વ્યાજ દર: આ લોન પરના વ્યાજ દરો ઘણા ઓછા છે.
ઓછી પ્રોસેસિંગ ફી: લોન પ્રોસેસિંગનો ખર્ચ પણ ખૂબ ઓછો છે.
કોઈ છુપો ચાર્જ નહીં: લોન સાથે સંકળાયેલા બધા ચાર્જ અંગે અગાઉથી જ સ્પષ્ટતા કરવામાં આવે છે.
લોનના પ્રિ પેમેન્ટ પર કોઈ પેનલ્ટી નહીં: જો તમે સમય પહેલાં આખી લોન ચૂકવવા માંગતા હોય, તો તેના માટે કોઈ પેનલ્ટી ચૂકવવી પડતી નથી.
વ્યાજ દરનો આધાર: આ લોન બેંકના બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) સાથે જોડાયેલ છે અને દર મહિને તેને રિવાઇઝ કરવામાં આવે છે.

30 વર્ષ સુધી પેમેન્ટની સુવિધા: લોન ચુકવણીનો મહત્તમ સમયગાળો ૩૦ વર્ષ સુધીનો હોઈ શકે છે.
મોરેટોરિયમ પીરિયડ: લોન મેળવ્યા પછી તમે 36 મહિના માટે હપ્તાઓમાંથી રાહત મેળવી શકો છો.