BOB: જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા તમારા માટે શ્રેષ્ઠ ઓફર લઈને આવી છે. બેંક ઓફ બરોડાએ કાર લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. સોમવારે (26 ફેબ્રુઆરી) બેંકે કાર લોનના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેંકના નવા દર 26 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવ્યા છે.
સરકાર મફતમાં આપશે 300 યુનિટ વીજળી, આ મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે કરો અરજી, જાણો પ્રક્રિયા
બેંક ઓફ બરોડાએ કાર લોનના દરમાં 0.65 ટકાનો ઘટાડો કર્યો હતો અને હવે દર 9.4 ટકાથી ઘટીને 8.75 ટકા થઈ ગયા છે. આ મર્યાદિત સમયની ઓફર છે. તમે 31 માર્ચ સુધી સસ્તી કાર લોનનો લાભ મેળવી શકો છો. આ ઓફર હેઠળ પ્રોસેસિંગ ફીમાં રિબેટની પણ જાહેરાત કરવામાં આવી છે. બજાર બંધ થયા બાદ બેંકે આ ઓફર વિશે માહિતી આપી હતી.
SIP કરવું જ જરૂરી નથી. પૈસા રોકી દો આ સરકારી સ્કીમમાં, કરોડપતિ બનવું હવે અઘરું નથી
મર્યાદિત સમય ઓફર
બેંક ઓફ બરોડાના જણાવ્યા અનુસાર આ મર્યાદિત સમયની ઓફર છે. આ દરો 26 ફેબ્રુઆરી 2024 થી 31 માર્ચ 2024 સુધી લાગુ રહેશે. આ દરો નવી કારની ખરીદી પર છે. તે કાર લોન લેનારની ક્રેડિટ પ્રોફાઇલ પર પણ નિર્ભર રહેશે કે તેને કાર લોન કયા દરે મળશે.
LIC ક્લેમ કેવી રીતે મેળવવો? ભાગ્યે જ કોઈને ખબર હોય તો.. ન જાણતા હોવ તો જાણી લો
ફિક્સ રેટ ઓફર પણ જાહેર કરી
આ ઉપરાંત બેંક ઓફ બરોડા પણ કાર લોન પર નિશ્ચિત વ્યાજ દર ઓફર કરે છે, જે 8.85 ટકાથી શરૂ થાય છે. આ સિવાય ફ્લોટિંગ અને ફિક્સ રેટ ઓપ્શન્સ પર પ્રોસેસિંગ ફી પર રિબેટ મળશે. આ લોન મહત્તમ 84 મહિના માટે ઓફર કરવામાં આવશે.