બેંક ઓફ બરોડા (BOB)એ કરોડો બેન્ક ગ્રાહકોને ઝટકો આપતાં બલ્ક ફિક્સ્ડ ડિપોઝીટ FD પરના વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે. આ ફેરફાર રૂ. 3 કરોડથી રૂ. 10 કરોડની બલ્ક એફડી પર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, નવા વ્યાજ દરો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યા છે. બેંક ઓફ બરોડા 7 દિવસથી 10 વર્ષ સુધીના પિરિયડ માટે બલ્ક FD ઓફર કરે છે. આ ફેરફાર પહેલાંથી રોકાણ કરેલી એફડી પર લાગુ થશે નહીં.
બેન્ક ઓફ બરોડાની FD પર વ્યાજ દર
7 દિવસથી 14 દિવસ - સામાન્ય લોકો માટે: 5 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 5 ટકા
15 દિવસથી 45 દિવસ - સામાન્ય લોકો માટે: 5 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 5 ટકા
46 દિવસથી 90 દિવસ - સામાન્ય લોકો માટે: 5.75 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 5.75 ટકા
91 દિવસથી 180 દિવસ - સામાન્ય લોકો માટે: 5.75 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 5.75 ટકા
181 દિવસથી 210 દિવસ - સામાન્ય લોકો માટે: 6.50 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 6.50 ટકા
211 દિવસથી 270 દિવસ - સામાન્ય લોકો માટે: 6.75 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 6.75 ટકા
271 દિવસ અને તેથી વધુ અને 1 વર્ષથી ઓછા સમય માટે - સામાન્ય લોકો માટે: 6.75 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 6.75 ટકા
1 વર્ષ - સામાન્ય લોકો માટે: 7.45 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 7.45 ટકા
1 વર્ષથી 400 દિવસથી વધુ - સામાન્ય લોકો માટે: 6.85 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 6.85 ટકા
2 વર્ષથી વધુ અને 3 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 6.50 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 6.50 ટકા
3 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 6.00 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: 6.00 ટકા
5 વર્ષથી વધુથી 10 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 5 ટકા અને સિનિયર સિટીઝન્સ માટે: રૂ. 5.00 પ્રતિ