જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. BoBએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે રૂ. 2 કરોડથી ઓછીની FDમાં 15 થી 65 બેસિસ પોઈન્ટ એટલે કે 0.15 થી 0.65%નો વધારો કર્યો છે. ડોમેસ્ટિક રિટેલ ટર્મ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 26 ડિસેમ્બર 2022થી અમલમાં આવ્યા છે.
આ પણ વાંચો: જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ 6 યોજનાઓમાં કરો રોકાણ, થશે મોટી કમાણી
આ વધારા પછી BoB હવે સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 3% થી 7% વચ્ચે વ્યાજ દર ઓફર કરશે. બેંકે ખાસ FD બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. 399 દિવસમાં બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમમાં, સામાન્ય ગ્રાહકોને હવે 7.05% વ્યાજ મળશે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 7.55% વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
બેંક ઓફ બરોડા એફડી દરો
બેંક ઓફ બરોડા 7 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 3% વ્યાજ દર અને 46 દિવસથી 180 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 4% વ્યાજ ઓફર કરે છે. બેંક હવે 181 થી 270 દિવસની વચ્ચે પાકતી થાપણો પર 5.25% અને 271 દિવસ અને તેથી વધુ અને 1 વર્ષથી ઓછા સમયમાં પાકતી થાપણો પર 5.75% વ્યાજ દર ઓફર કરશે.
બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ હેઠળ, બેંક ઓફ બરોડા 444-દિવસ અને 555-દિવસની થાપણો પર 6.75% વ્યાજ દર ઓફર કરે છે.