બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જો તમે બેન્કમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય તો બેન્ક ઓફ બરોડામાં સારી તક છે. આ માટે બેન્ક ઓફ બરોડા દ્વારા મેનેજર અને અન્ય જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યોગ્ય ઉમેદવારો બેન્કની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in પર જઈને અરજી કરી શકે છે.
આ ભરતી અંતર્ગત કુલ 518 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી પ્રક્રિયા 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ ચૂકી છે અને 11 માર્ચ 2025ના રોજ અંતિમ તારીખ હશે. જો તમે પણ આ જગ્યાઓ પર નોકરી કરવાની ઇચ્છા ધરાવો છો, તો સૌથી પહેલા નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચી લો.
બેન્ક ઓફ બરોડામાં આ જગ્યાઓ પર થશે ભરતી
ઇન્ફર્મેશન ટેક્નોલોજી - 350 જગ્યા
ટ્રેડિંગ એન્ડ ફોરેક્સ - 97 જગ્યા
રિસ્ક મેનેજમેન્ટ - 35 જગ્યા
સિક્યુરિટી - 36 જગ્યા
કુલ જગ્યાની સંખ્યા - 518
બેન્ક ઓફ બરોડામાં કોણ કરી શકે છે અરજી?
બેન્ક ઓફ બરોડાની આ જગ્યાઓ માટે જે પણ અરજી કરી રહ્યાં છે, તેની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જરૂરી છે
અરજી ફી
સામાન્ય, EWS, OBC ઉમેદવારો માટે અરજી ફી: 600 રૂપિયા + ટેક્સ + ગેટવે ફી
એસસી, એસટી, પીડબ્લ્યૂડીએસ અને મહિલાઓ ઉમેદવારો માટે અરજી ફી: 100 + ટેક્સ + ગેટવે ફી
અરજી ફી રિફંડેબલ નથી. ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે માધ્યમથી કરવામાં આવી શકે છે.
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, સાયકોમેટ્રિક ટેસ્ટ એટલે કે અન્ય જરૂરી પરીક્ષાઓના દ્વારા કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષામાં સફળ ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
ઓનલાઈન પરીક્ષા પેટર્ન
કુલ પ્રશ્ન - 150
વધુમાં વધુ માર્ક - 225
પરીક્ષાનો સમયગાળો - 150 મિનિટ