જો તમારું બેંક ઓફ બરોડા, એસબીઆઈ અથવા એચડીએફસી બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે છે. જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક, બેંક ઓફ બરોડાએ ફિક્સ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંક પહેલેથી જ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપે છે.
2.80 થી 5.25 ટકા વ્યાજ દર
બેંક ઓફ બરોડાએ 25 ફેબ્રુઆરીથી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ BOBના નવા FD વ્યાજ દરો 7 દિવસથી 10 વર્ષ વચ્ચેની પાકતી મુદત માટે 2.80 ટકાથી વધીને 5.25 ટકા થઈ ગયા છે.
1 વર્ષથી ઓછા સમય પર 4.4% વ્યાજ
હાલમાં, બેંક 7 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 2.80 ટકા વ્યાજ આપે છે. બેંક દ્વારા કરાયેલા ફેરફાર બાદ 46 દિવસથી 180 દિવસની મેચ્યોરિટી પર 3.7 ટકા અને 181થી 270 દિવસની મેચ્યોરિટી પર 4.30 ટકા વ્યાજ મળશે. 271 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળાની FD પર વ્યાજ 4.4 ટકા છે.
મહત્તમ વ્યાજ દર 5.25 ટકા
તે જ સમયે, એક વર્ષમાં પાકતી FD પર વ્યાજ દર 5 ટકા છે. 1 વર્ષથી વધુ અને ત્રણ વર્ષ સુધીની FD પર વ્યાજ દર 5.1 ટકા છે. 3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી FD પર 5.25 ટકા વ્યાજ મળે છે. બેંક ઓફ બરોડા 5 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીની FD પર 5.25 ટકા વ્યાજ ઓફર કરે છે. અગાઉ, એચડીએફસી બેંક અને એસબીઆઈ દ્વારા પણ FD પરના વ્યાજમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આનો સીધો ફાયદો નવી એફડી કરનારા લોકોને મળી રહ્યો છે.
SBIમાં FD પર મળતું વ્યાજ
7 દિવસથી 45 દિવસ ---2.90%
46 દિવસથી 179 દિવસ ---3.90%
180 દિવસથી 210 દિવસ ---4.40%
211 દિવસથી 1 વર્ષથી ઓછા ---4.40%
1 વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછા ---5.10%
2 વર્ષથી ઉપર અને 3 વર્ષથી ઓછા ---5.20%
3 વર્ષથી ઉપર અને 5 વર્ષથી ઓછા ---5.45%
5 વર્ષથી 10 વર્ષ માટે ---5.50%
HDFC માં FD પર વ્યાજ મળે છે
7 થી 14 દિવસ ---2.50%
15 થી 29 દિવસ ---2.50%
30 થી 45 દિવસ ---3.00 %
46 દિવસથી 60 દિવસ ---3.00 %
61 દિવસથી 90 દિવસ ---3.00 %
91 દિવસથી 6 મહિના ---3.50%
6 મહિના 1 દિવસથી 9 મહિના ---4.40%
9 મહિના 1 દિવસથી 1 વર્ષથી ઓછા ---4.40%
1 વર્ષ સુધી ---5.00%
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ ----5.00%
2 વર્ષ 1 દિવસ થી 3 વર્ષ ----5.20%
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ ----5.45%
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ ----5.60%