એપ્રિલ 2022 માં બેંક રજાઓ 15 દિવસની રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ મહિનામાં, ચૈત્ર નવરાત્રી 2022, મહાવીર જયંતી, બૈસાખી, બિહુ, ગુડ ફ્રાઈડે જેવા પ્રસંગો છે, જેના પર બેંકોમાં રજાઓ રહેશે. પરંતુ બેંક ગ્રાહકોએ યાદ રાખવું જોઈએ કે, એપ્રિલ મહિનામાં દેશમાં દરેક જગ્યાએ બેંકો 15 દિવસ બંધ રહેવાની નથી.
વર્ષ 2022 ના એપ્રિલ મહિનામાં આવતી કેટલીક રજાઓ/તહેવારો ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સુધી મર્યાદિત છે. આથી દરેક રાજ્યમાં બેંક રજાઓ બદલાઈ શકે છે. બેંકની રજાઓની યાદી જોયા પછી જ બેંક જવાનો પ્લાન બનાવો.
રજાઓની યાદીઃ
- એપ્રિલ 1: બેંક ખાતાઓનું વાર્ષિક બંધ (આઈઝોલ, ચંદીગઢ, શિલોંગ, શિમલા સિવાય બધે બેંકો બંધ)
- એપ્રિલ 2: ગુડી પડવા / ઉગાડી તહેવાર / 1લી નવરાત્રી / તુલુગુ નવા વર્ષનો દિવસ / સાજીબુ નોંગમાપનબા (બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી, શ્રીનગરમાં બેંકો બંધ)
- એપ્રિલ 3: રવિવાર
- એપ્રિલ 4: સરહુલ (રાંચીમાં બેંકો બંધ)
- એપ્રિલ 5: બાબુ જગજીવન રામનો જન્મદિવસ (હૈદરાબાદમાં બેંકો બંધ)
- એપ્રિલ 9: મહિનાનો બીજો શનિવાર
- એપ્રિલ 10: રવિવાર
- એપ્રિલ 14: ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ/મહાવીર જયંતિ/બૈસાખી/વૈસાખી/તમિલ નવા વર્ષનો દિવસ/ચેરોબા/બીજુ ઉત્સવ/બોહાગ બિહુ (શિલોંગ અને શિમલા સિવાય બધે બેંકો બંધ)
- એપ્રિલ 15: ગુડ ફ્રાઈડે / બંગાળી નવા વર્ષનો દિવસ (નબાવર્ષા) / હિમાચલ દિવસ / વિશુ / બોહાગ બિહુ (જયપુર, જમ્મુ, શ્રીનગર સિવાય બધે બેંકો બંધ)
- એપ્રિલ 16: બોહાગ બિહુ (ગુવાહાટીમાં બેંકો બંધ)
- એપ્રિલ 17: રવિવાર
- એપ્રિલ 21: ગરિયા પૂજા (અગરતલામાં બેંકો બંધ)
- એપ્રિલ 23: મહિનાનો ચોથો શનિવાર
- એપ્રિલ 24: રવિવાર
- એપ્રિલ 29: શબ-એ-કદર/ જમાત-ઉલ-વિદા (જમ્મુ, શ્રીનગરમાં બેંકો બંધ)