khissu

ડિસેમ્બરમાં અડધો મહિનો બેંક રહેશે બંધ, લીસ્ટ જોઈ લો નહીં કામ અટવાય જશે

આ વર્ષના છેલ્લા મહિનાની શરૂઆત થવામાં માત્ર 3 દિવસ બાકી છે. જો તમારી પાસે પણ ડિસેમ્બર મહિનામાં બેંકને લગતું કોઈ કામ હોય  તો તમારે તે પહેલા રજાઓની યાદી તપાસવી જોઈએ કે બેંક કેટલા દિવસ બંધ રહેશે. દર મહિને આરબીઆઈ દ્વારા બેંક રજાઓની સૂચિ જારી કરવામાં આવે છે, જેને જોઈને તમે તમારા બેંકિંગ વ્યવસાયની યોજના બનાવી શકો છો.

બેંકો 16 દિવસ બંધ રહેશે
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં બેંકો 16 દિવસ માટે બંધ રહેશે. જેમાં રાજ્ય મુજબની રજાઓનો સમાવેશ થાય છે. આ સિવાય રવિવારની રજાઓ પણ આ 16માં સામેલ છે. એટલે કે ડિસેમ્બર મહિનામાં બેંકો માત્ર 15 દિવસ જ ખુલશે.

આ પણ વાંચો: 1 December થી લાગુ થશે 10 ફેરફાર-નિયમ: ખેડૂત, પેન્શન, બેંક ખાતાધારકો માટે વગેરે... જાણી લો સૌથી પહેલા

આ પણ વાંચો: તો હવે રાશનની દુકાન પર ગેસ સીલીન્ડર મળશે? જાણો સરકારની આ નવી યોજના વિશે

આ દિવસો દરમિયાન ડિસેમ્બરમાં બેંકોમાં રજા રહેશે
ડિસેમ્બર 3 - ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજીમાં બેંકો બંધ)
5 ડિસેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)
11 ડિસેમ્બર - શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
12 ડિસેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)
18 ડિસેમ્બર - યુ સો સો થમની પુણ્યતિથિ (શિલોંગમાં બેંકો બંધ)
19 ડિસેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)

24 ડિસેમ્બર - ક્રિસમસ ફેસ્ટિવલ (આઈઝોલમાં બેંકો બંધ)
25 ડિસેમ્બર - ક્રિસમસ (બેંગલુરુ અને ભુવનેશ્વર સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)
26 ડિસેમ્બર - રવિવાર (સાપ્તાહિક રજા)

27 ડિસેમ્બર - નાતાલની ઉજવણી (આઈઝોલમાં બેંકો બંધ)
30 ડિસેમ્બર - યુ કિઆંગ નોંન્ગબાહ (શિલોંગમાં બેંકો બંધ)
31મી ડિસેમ્બર - નવા વર્ષની સાંજ (આઈઝોલમાં બેંકો બંધ)

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ, વગર જોખમે મળશે 16 લાખ રૂપિયા

આ પણ વાંચો: અરે વાહ... કપાસના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો કપાસના બજાર ભાવ સાથે આગામી માવઠાઓની આગાહી...